શું સંઘે ભાજપને ચૂંટણીમાં મદદ ન કરી હતી, શું છે આ દાવાઓ પાછળ સત્ય

PC: facebook.com/rsskishanganj

સંઘ અને ભાજપ બંને સાથે સાથે રહ્યા છે. માનવામાં આવે છે કે ભાજપની ઉપલબ્ધિઓને જનતા સુધી પહોંચાડવા અને કાર્યકર્તાઓને ટ્રેનિંગ આપવામાં પણ સંઘની ભૂમિકા હોય છે, પરંતુ આ વખત લોકસભાની ચૂંટણીમાં બંને દૂર રહ્યા, એમ કહેવામાં આવે છે કે, ભાજપે સંઘનો સહયોગ માગ્યો જ નહીં. આખા દેશમાં ફેલાયેલા અને સામાન્ય લોકો વચ્ચે સામાજિક અને સંપર્ક કાર્યોમાં રહેલા RSSના પ્રચારક અને સ્વયંસેવક ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પૂરી રીતે નિષ્ક્રિય રહ્યા.

આ અગાઉ વર્ષ 2004ની લોકસભાની ચૂંટણીમાં RSSના સ્વયંસેવકોએ એવી નિષ્ક્રિયતા દેખાડી હતી, જેના પરિણામ સ્વરૂપ ઈન્ડિયા સાઇનિંગના નારા છતા ભાજપને સત્તાથી દૂર થવું પડ્યું હતું. RSSના એક વરિષ્ઠ પદાધિકારી મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રત્યે સ્વયંસેવકોમાં કોઈ નારાજગી નથી, પરંતુ ભાજપે આ વખત સંઘ પાસે સહયોગ માગ્યા વિના જ અબકી બાર 400 પારના લક્ષ્યને હાંસલ કરવાનો નિર્ણય લીધો.

આ અગાઉ વર્ષ 2014 અને વર્ષ 2019માં RSSએ ભાજપના ઉમેદવારોને જીતાડવા માટે પૂરી તાકત લગાવી દીધી હતી. આ અગાઉ વર્ષ 2004માં RSSએ અટલ બિહારી વાજપેયી સરકારના વિભિન્ન નિર્ણયોના વિરોધના કારણે ચૂંટણી પ્રક્રિયાથી બહાર રહેવાનો નિર્ણય લીધો હતો. ઉચ્ચ પદસ્થ અધિકારીઓ મુજબ બીજી પાર્ટીઓના નેતાઓને ભાજપમાં સામેલ કરવા અને તેમને ટિકિટ આપવામાં પણ સંઘનું મંતવ્ય ન લેવામાં આવ્યું. એટલું જ નહીં બીજી પાર્ટીઓમાંથી આવેલા 100 કરતા વધુ લોકોને ટિકિટ પણ આપી દેવામાં આવી.

એવા નેતાઓ સાથે ક્ષેત્રમાં સક્રિય સ્વયંસેવકો સાથે સમન્વય બનવાનું પણ સરળ ન થયું. આમ આસામ ગણ પરિષદથી સર્વાનંદ સોનેવાલ અને કોંગ્રસમાંથી હિમંત બિસ્વા સરમાને લઈને ભાજપ સફળતાની કહાની લખી ચૂકી છે, પરંતુ આસામમાં આ નેતાઓને લાવવા અગાઉ સંઘનું મંતવ્ય પણ લીધું હતું અને ત્યાં દશકોથી કામ કરી રહેલા સંઘના પ્રચારકો અને સ્વયંસેવકોએ તેમના નેતૃત્વમાં ભાજપને જીતાડવામાં સક્રિય ભૂમિકા પણ નિભા હતી, પરંતુ ધીરે ધીરે ભાજપે સંઘ પાસે સલાહ લેવાનું પૂરી રીતે બંધ કરી દીધું.

તો બીજી પાર્ટીઓમાંથી આવેલા નેતાઓને ભાજપે પોતાના મુખ્ય પ્રવક્તાઓના રૂપમાં રજૂ કર્યા, જે ચેનલો પર પાર્ટીના ચહેરાના રૂપમાં નજરે પડે છે. આ પ્રવક્તાઓ સાથે સ્વયંસેવકોનું જોડાણ ન થઈ શક્યું. એક વરિષ્ઠ પદાધિકારી મુજબ એક સામાજિક સંગઠનના સંબંધે ચૂંટણી અગાઉ RSSના પ્રચારકોએ પોત પોતાના ક્ષેત્રોમાં પ્રબુદ્ધ લોકો સાથે બેઠક જરૂર કરી, પરંતુ સીધી રીતે ભાજપને વોટ આપવાનો સંદેશ ન આપ્યો. તેની જગ્યાએ તેમણે પોતાના ક્ષેત્રના સારા ઉમેદવારોને વોટ આપવા કહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp