કેટલાક 12 પાસ છે તો કેટલાક... મોદી 3.0માં કોનું કેટલું શિક્ષણ, જુઓ બધી વિગતો અહી
PM નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત દેશના PM તરીકે શપથ લીધા છે. PM નરેન્દ્ર મોદીએ રવિવારે એક ભવ્ય સમારોહમાં 72 મંત્રીઓ સાથે PM તરીકે શપથ લીધા. આમાં અનુભવી નેતાઓની સાથે સાથે શિક્ષિત સાંસદોની સંખ્યા પણ ઘણી સારી છે. ચાલો જોઈએ કે નવી સરકારમાં કેટલા શિક્ષિત મંત્રી બનાવવામાં આવ્યા છે.
PM નરેન્દ્ર મોદીની 72 સભ્યોની મંત્રી પરિષદમાં કુલ 30 કેબિનેટ મંત્રીઓ છે. જેમાંથી 10 મંત્રીઓ પોસ્ટ ગ્રેજ્યુએટ છે. છ વકીલો છે અને ત્રણ મંત્રીઓ MBA ગ્રેજ્યુએટ છે.
PM નરેન્દ્ર મોદીના મંત્રીઓમાં કેબિનેટ મંત્રીઓ નીતિન ગડકરી, JP નડ્ડા, પીયૂષ ગોયલ, સર્બાનંદ સોનોવાલ, ભૂપેન્દ્ર યાદવ અને કિરેન રિજિજુ કાયદાની ડિગ્રી ધરાવે છે. જ્યારે રાજનાથ સિંહ, શિવરાજ સિંહ ચૌહાણ, નિર્મલા સીતારમણ, S. જયશંકર, ધર્મેન્દ્ર પ્રધાન, ડૉ. વીરેન્દ્ર કુમાર, મનસુખ માંડવિયા, હરદીપ સિંહ પુરી, અન્નપૂર્ણા દેવી અને ગજેન્દ્ર સિંહ શેખાવત પોસ્ટ ગ્રેજ્યુએટ છે. એ જ રીતે મનોહર લાલ ખટ્ટર, HD કુમારસ્વામી, જીતન રામ માંઝી, રાજીવ રંજન ઉર્ફે લલન સિંહ, પ્રહલાદ જોશી અને ગિરિરાજ સિંહ ગ્રેજ્યુએશન પાસ છે.
કેબિનેટ મંત્રીઓ અને તેમની લાયકાત: રાજનાથ સિંહ-MSc, અમિત શાહ-BSc, નીતિન ગડકરી-MCom, JP નડ્ડા-LLB, શિવરાજ સિંહ ચૌહાણ-MA, પીયૂષ ગોયલ-CA, ધર્મેન્દ્ર પ્રધાન-MA, નિર્મલા સીતારમણ-બેચલર ઑફ ઇકોનોમિક્સ, S. જયશંકર-MA PHD, મનોહર લાલ-MA, HD કુમારસ્વામી- સ્નાતક, જિતનરામ માંઝી-સ્નાતક, લલ્લન સિંહ-સ્નાતક, સર્બાનંદ સોનોવાલ-LLB, વીરેન્દ્ર કુમાર ખટિક-ગ્રેજ્યુએશન, કિંજરાપુ રામમોહન નાયડુ-BTec, MBA, જુએલ ઉરાંવ-ડિપ્લોમા, પ્રહલાદ જોષી-સ્નાતક, ગિરિરાજ સિંહ-સ્નાતક, અશ્વિની વૈષ્ણવ-MTec, જ્યોતિરાદિત્ય સિંધિયા-MBA, ગજેન્દ્ર સિંહ શેખાવત-MA, ભૂપેન્દ્ર યાદવ-LLB, અન્નપૂર્ણા દેવી-MA, કિરેન રિજિજુ-ગ્રેજ્યુએટ, હરદીપ સિંહ પુરી-MA, મનસુખ માંડવિયા-PHD, G. કિશન રેડ્ડી-ડિપ્લોમા, ચિરાગ પાસવાન-12મું પાસ (BTec ડ્રોપ આઉટ), CR પાટીલ-ITI.
રાજ્ય મંત્રીઓ (સ્વતંત્ર હવાલો): રાવ ઈન્દ્રજીત સિંહ-ગ્રેજ્યુએટ, જીતેન્દ્ર સિંહ-MBBS, MD, અર્જુન રામ મેઘવાલ-MA, LLB, પ્રતાપરાવ ગણપતરાવ જાધવ-12 પાસ, જયંત ચૌધરી-સ્નાતક.
રાજ્ય મંત્રીઓ: જિતિન પ્રસાદ-MBA, શ્રીપદ નાઈક-ગ્રેજ્યુએટ, પંકજ ચૌધરી-BA, કિશન પાલ ગુર્જર-BA, LLB, રામદાસ આઠવલે-12 પાસ, રામ નાથ ઠાકુર-સ્નાતક, નિત્યાનંદ રાય-ગ્રેજ્યુએટ, અનુપ્રિયા પટેલ-MA, V. સોમન્ના-સ્નાતક, ડૉ. ચંદ્રશેખર પેમ્માસાની-MBBS, MD, SP સિંહ બઘેલ-MSc, LLB, શોભા કરલાંદજે-MA, કીર્તિ વર્ધન સિંહ-MA, BL વર્મા-MA, શાંતનુ ઠાકુર-ગ્રેજ્યુએટ, સુરેશ ગોપી-ગ્રેજ્યુએટ, L. મુરુગન-LLM, PHD, અજય તમટા-12મું પાસ, બંડી સંજય કુમાર-MA, કમલેશ પાસવાન-10મું પાસ, ભગીરથ ચૌધરી-12મું પાસ, સતીશ ચંદ્ર દુબે-10મું પાસ, સંજય સેઠ-BCom, રવનીત સિંહ બિટ્ટુ-ગ્રેજ્યુએટ, દુર્ગા દાસ ઉઈકે-MA, BEd, રક્ષા ખડસે-ગ્રેજ્યુએટ, સુકાંત મજુમદાર-PHD, સાવિત્રી ઠાકુર-12 પાસ, તોખાન સાહુ-MCom, રાજભૂષણ ચૌધરી-MBBC, BL વર્મા- પોસ્ટ ગ્રેજ્યુએટ, હર્ષ મલ્હોત્રા-LLB, N.J. બાંભણિયા-BSc, BEd, મુરલીધર મોહોલ-ગ્રેજ્યુએટ, જ્યોર્જ કુરિયન-LLB, P. માર્ગારીટા-ડિપ્લોમા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp