જેલમાંથી CM કેજરીવાલે કહ્યું- પાછલા જન્મમાં મેં બહુ પુણ્ય કર્યા હશે એટલે...

PC: khabarchhe.com

દિલ્હીના CM અરવિંદ કેજરીવાલની EDએ ધરપકડ કરી લીધી છે અને કોર્ટે પણ તેમને 6 દિવસના રિમાન્ડ પર મોકલી દીધા છે, ત્યારે CM કેજરીવાલે જેલમાંથી એક સંદેશો મોકલ્યો હતો, જે તેમના પત્ની સુનિતા કેજરીવાલે વાંચ્યો હતો. અરવિંદ કેજરીવાલે આ સંદેશમાં કહ્યું હતું કે, મારા પ્યારા દેશવાસીઓ, મારી ધરપકડ કરી લેવામાં આવી છે. હું અંદર રહું કે બહાર દરેક ક્ષણે દેશની સેવા કરતો રહીશ. મારી જિંદગીની એક એક પળ દેશ માટે સમર્પિત છે. આ પૃથ્વી પર મારો જન્મ સંઘર્ષ માટે થયો છે એટલે હું ધરપકડથી અચંબિત નથી. પાછલા જન્મમાં મેં બહુ પુણ્ય કર્યા હશે, જેમાં ભારત જેવા મહાન દેશમાં જન્મ થયો. આપણે મળીને ફરીથી ભારતને મહાન બનાવવાનું છે. દેશની અંદર અને બહાર અનેક એવી શક્તિઓ છે જે ભારતને નબળો દેશ બનાવવા માટે કામ કરી રહી છે.

તેમણે સંદેશમાં કહ્યું આપણે સચેત રહીને આ શક્તિઓને ઓળખવાની છે અને હરાવવાની છે. ભારતમાં અનેક તાકતો છે, જે દેશભક્ત અને ભારતને આગળ વધારવા માગે છે. આ તાકતથી જોડાવવાનું છે અને તેને મજબૂત કરવાની છે.

તેમણે કહ્યું કે દિલ્હીની મારી માતા બહેનો વિચારી રહી હશે કે કેજરીવાલ તો અંદર ચાલ્યો ગયો ખબર નહીં હજાર રૂપિયા હવે મળશે કે નહીં, પરંતુ એવી કોઈ જેલ નથી બની જે તમારા ભાઈ અને દીકરાને અંદર રાખી શકે. હું જલદી બહાર આવીશ અને મારું વચન પૂરું કરીશ. શું આજ સુધી એવું થયું છે કે કેજરીવાલે કોઈ વચન આપ્યું હોય અને પૂરું ન થયું હોય. મારી એક વિનંતી છે મંદિર જરૂર જજો અને ભગવાનથી મારા માટે આશીર્વાદ માગજો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp