કાલે શપથ લીધા, આજે મંત્રી પદ છોડવા માગે છે BJPના સાંસદ સુરેશ ગોપી, જણાવ્યું કારણ

PC: business-standard.com

કેરળથી ભારતીય જનતા પાર્ટી (BJP)ના પહેલા સાંસદ સુરેશ ગોપી, જેમણે રવિવારે કેન્દ્રીય રાજ્ય મંત્રીના રૂપમાં શપથ લીધા હતા, તેઓ મંત્રી પદ છોડે તેવી સંભાવના છે. શપથગ્રહણ સમારોહ બાદ દિલ્હીમાં એક ક્ષેત્રીય ચેનલ સાથે વાત કરતા સુરેશ ગોપીએ કહ્યું કે, તેમણે મંત્રી પદ માગ્યુ નથી અને તેમને આશા છે કે તેમને જલદી જ પદ પરથી મુક્ત કરી દેવામાં આવશે. પોતાનું પદ છોડવાનું કારણ બતાવતા તેમણે કહ્યું કે, મેં ફિલ્મો સાઇન કરી છે અને તેને કરવાની છે. હું ત્રિશૂરના સાંસદના રૂપમાં કામ કરીશ.’

સુરેશ ગોપીએ ત્રિશૂર સંસદીય ક્ષેત્રથી જીત હાંસલ કરી અને કેરળથી ભાજપના પહેલા સાંસદના રૂપમાં ઇતિહાસમાં પોતાનું નામ નોંધવી લીધું. સુરેશે ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (CPI)ના ઉમેદવાર એસ. સુનિલકુમારને 74,686 વૉટથી હરાવી દીધા. સુરેશ ગોપીએ કહ્યું કે, ‘મારું ઉદ્દેશ્ય સાંસદના રૂપમાં કામ કરવાનું છે. મેં કંઇ માગ્યુ નથી. મેં કહ્યું કે, મને આ પદની કોઈ જરૂરિયાત નથી. મને લાગે છે કે હું જલદી જ પદ પરથી મુક્ત થઈ જઈશ. ત્રિશૂરના મતદાતાઓથી કોઈ પરેશાની નથી. તેઓ એ જાણે છે અને એક સાંસદના રૂપમાં હું તેમના માટે વાસ્તવમાં સારું કાર્ય કરીશ. મારે કોઈ પણ કિંમત પર પોતાની ફિલ્મ કરવી છે.’

સુરેશ ગોપી જે ત્રિશૂર સીટથી જીત્યા છે, ગત ચૂંટણીમાં એ કોંગ્રસના ખાતામાં ગઈ હતી. સુરેશ ગોપી લોકસભાની ચૂંટણીમાં જીતવા અગાઉ રાજ્યસભાના સાંસદ પણ રહ્યા છે. તેમને વર્ષ 2016માં રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા. રાજ્યસભામાં તેમનો કાર્યકાળ વર્ષ 2022 સુધી રહ્યો. સુરશ ગોપી મૂળ રૂપે કેરળના અલપ્પુઝાના રહેવાસી છે. તેમનો જન્મ 1958માં થયો હતો. તેમણે કોલ્લમથી સાયન્સ વિષયમાં ડિગ્રી લીધી અને અંગ્રેજીથી માસ્ટર કર્યું.

સુરેશ ગોપીનો સંબંધ ફિલ્મો સાથે પણ છે. તેમણે એક બાળ કલકારના રૂપમાં ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું અને પછી આગળ ઘણી ફિલ્મોમાં કામ કર્યું. સુરેશ ગોપીએ ઘણી ફિલ્મોમાં મુખ્ય રોલ પણ નિભાવ્યો છે. વર્ષ 1998માં આવેલી ફિલ્મ કલિયાટ્ટમ માટે તેમને બેસ્ટ એક્ટરનો રાષ્ટ્રીય પુરસ્કાર મળી ચૂક્યો છે. એ સિવાય તેઓ લાંબા સમય સુધી ટી.વી. શૉમાં પણ હોસ્ટ કરતા રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp