તેજસ્વી યાદવે જણાવ્યું-કન્હૈયા કુમારને બેગૂસરાયથી ટિકિટ કેમ ન આપી

PC: x.com/kanhaiyakumar

બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે કન્હૈયા કુમારની ટિકિટ પર મોટું નિવેદન આપ્યું છે. કોંગ્રેસ નેતા કન્હૈયા કુમાર ઉત્તર પૂર્વી દિલ્હીથી લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. આ અગાઉ ચર્ચા હતી કે તેમને બિહારના બેગૂસરાયથી ટિકિટ આપવામાં આવશે. કોંગ્રેસના પદાધિકારી એવો પણ દાવો કરી રહ્યા હતા કે તેના માટે તેજસ્વી યાદવ સાથે પણ વાત થઈ ગઈ છે. તેના પર તેજસ્વી યાદવે કહ્યું કે, સારી વાત છે કન્હૈયા ચૂંટણી લડી રહ્યા છે. લડવી જોઈએ.

તેમણે કહ્યું કે, યુવા (ચૂંટણીમાં) આવી રહ્યા છે તો આવવા જોઈએ. હવે વર્ષ 2019માં અમે ચૂંટણી (લોકસભાની) લડી હતી, તો CPI લેફ્ટ સાથે અમારું ગઠબંધન નહોતું. 2020 બાદ લેફ્ટ સાથે અમારું ગઠબંધન થયું અને CPI માટે જે બેસ્ટ સીટ છે, એ બેગૂસરાય જ છે, જ્યાં તે સૌથી મજબૂત છે. તો અમે લોકોએ એ સીટ તેને આપી દીધી. કોંગ્રેસ સાથે શું થઈ વાતચીત? આ સવાલ પર તેજસ્વી યાદવે કહ્યું કે, કોંગ્રેસ સાથે સ્પેશિયલી કન્હૈયા કુમાર બાબતે કોઈ વાત થઈ નથી.

ક્યારેય કોઈ ઉલ્લેખ ન થયો. રાહુલ ગાંધીની યાત્રામાં કન્હૈયા કુમાર મળ્યા હતા. બીજી ઘણી જગ્યાએ INDIA ગઠબંધનની મીટિંગમાં મુલાકાત થઈ છે. તેમણે એમ પણ કહ્યું કે, તેજસ્વી યાદવને પૂછવામાં આવ્યું કે તેમના અને કન્હૈયા વચ્ચે એક અસહજતા દેખાય છે. તેના પર તેમણે કહ્યું કે, મીડિયાને વ્યૂ માટે કંઈક ન કંઈક જોઈતું હોય છે. નાની નાની વસ્તુ પર અમે ધ્યાન આપતા નથી. વર્ષ 2019ની ચૂંટણીમાં કન્હૈયા કુમાર બેગૂસરાયથી CPIની ટિકિટ પર ચૂંટણી મેદાન પર ઉતર્યા હતા.

તેમનો સામનો ભાજપના નેતા ગિરિરાજ સિંહ સાથે થયો હતો. ભાજપને હરાવવા માટે લેફ્ટ પાર્ટીઓએ RJDને અનુરોધ કર્યો હતો કે તે આ સીટ પર પોતાના ઉમેદવાર ન ઉતારે. પરંતુ RJDએ તનવીર હસનને ટિકિટ આપી દીધી. કન્હૈયા હારી ગયા. આ વખત બેગૂસરાયથી CPIએ અવધેશ રાયને ટિકિટ આપી છે અને ભાજપે ફરીથી ગિરિરાજ સિંહને ચૂંટણી મુકાબલામાં ઉતાર્યા છે. ઉત્તર પૂર્વી દિલ્હીમાં કન્હૈયા કુમારનો સામનો ભાજપના નેતા અને ભોજપુરી એક્ટર મનોજ તિવારી સાથે થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp