શશિ થરૂર સામે ચૂંટણી લડનારા ભાજપના ઉમેદવાર ગુજરાતના છે

PC: indiatoday.in

કોંગ્રેસે તિરુવનંતપુરમથી દિગ્ગજ નેતા શશિ થરૂરને ફરી ટિકિટ આપી છે. થરૂર 2009થી સતત આ બેઠક જીતી રહ્યા છે. ભાજપે કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરને ટિકિટ આપી છે. રાજીવ ચંદ્રશેખર મૂળ ગુજરાતના છે. શશિ થરૂર પોતાના અંગ્રેજીના જ્ઞાન માટે જાણીતા છે.

તિરુવનંતપુરમનું પહેલાં નામ ત્રિવેન્દ્રમ હતું. આ બેઠક પર 26 એપ્રિલે મતદાન થઇ ગયું છે અને 66.46 ટકા મતદાન થયું હતું. ભાજપના ઉમેદવાર રાજીવ ચંદ્રશેખર એક કુશળ ટેક્નોલોજી ઉદ્યોગ સાહસિક છે અને ઇન્ટેલ કંપનીમાં કામ કરી ચૂક્યા છે.રાજીવ રાજ્યસભા સાંસદ છે.

તિરુવનંતપુરમ લોકસભા બેઠક પર દલિત મતદાર 9.5 ટકા, મુસ્લિમ 9.1 ટકા,ખ્રિસ્તી 14 ટકા અને હિંદુ મતદારો 76 ટકા જેટલાં છે. ભાજપનો આ બેઠક પર પ્રભાવ વધી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp