ગુજરાત ભાજપમાં વિપક્ષ સાથે નહીં, પરંતુ પોતાની સાથે જ લડાઈ છે

PC: businesstoday.in

ગુજરાત લોકસભાની બધી 26 બેઠકો ભાજપ છેલ્લી 2 લોકસભાથી જીતતું આવ્યું છે. આ વખતે પણ 26 બેઠકો જીતવાનો ભાજપનો લક્ષ્યાંક છે, પરંતુ આ વખતે ભાજપની વિપક્ષ સાથે નહીં પોતાની સાથે જ લડાઇ છે. 4 બેઠકો પર ભાજપમં આંતરિક લડાઇ ચાલી રહી છે.

સુરેન્દ્ર નગરમાં મુંજપરાને હટાવીને ચંદુ શિહોરાને ભાજપે ટિકિટ આપી છે, જેનો 5 લાખની વસ્તી ધરાવતો તળપદા કોળી સમાજ વિરોધ કરી રહ્યો છે. જૂનાગઢમાં રાજેશ ચુડાસમાને રિપીટ કરવામાં આવ્યા છે, પરંતુ લોહાણા સમાજ વિરોધ કરી રહ્યો છે. પોરબંદરમાં મનસુખ માંડવિયાનો આયાતી ઉમેદવાર કહીને વિરોધ થઇ રહ્યો છે, જ્યારે અમરેલીમાં ભાજપે ભરત સુતરિયાની ટિકિટ આપી હતી તો બે ગ્રુપ વચ્ચે મારામારી થઇ ગઇ હતી. હવે આ સમસ્યા ભાજપ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp