જે પાર્ટી મહિલા ઉમેદવારને ઉતારે તે અમરાવતી બેઠક જીતે છે

PC: businesstoday.in

ભારતીય જનતા પાર્ટીએ મહારાષ્ટ્રની અમરાવતી લોકસભા બેઠક પરથી દક્ષિણ ભારતની અભિનેત્રી અને મોડલ નવનીત રાણાને ટિકિટ આપી છે. આ બેઠક પર 26 એપ્રિલે મતદાન થઇ ગયું છે અને 56 ટકા જેટલું મતદાન થયું હતું.

વર્ષ 2019માં નવનીત રાણા અમરાવતી બેઠક પર NCPના સપોર્ટથી અપક્ષ લડીને ચૂંટણી જીત્યા હતા.

અમરાવતી બેઠક પર એવું કહેવાય છે કે જે પાર્ટી મહિલા ઉમેદવારને ટિકિટ આપે તે આ બેઠક જીતે છે. 1980માં પહેલા મહિલા ઉમેદવાર ઉષા ચૌધરી જીતેલા, 1991માં પ્રતિભા પાટીલ અમરાવતી બેઠક પરથી જીતેલા પછી દેશના 12મા રાષ્ટ્રપતિ બન્યા હતા.

અમરાવતીમાં કુલ 6 વિધાનસભા બેઠકો આવે છે. બડનેરા, અમરાવતી, ટેઓસ, દરિયાપુર મેલઘાટ અને અચલપુર. જેમાંથી અમરાવતી, દરિયાપુર અને મેલઘાટ ભાજપના કબ્જામાં છે. ટેઓઆ કોંગ્રેસ જીતેલી છે અને બડનેરા તથા અચલપુર અપક્ષ જીતેલા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp