ગુજરાતના આ સાંસદોની સંપત્તિ 5 વર્ષમાં 3 ગણી વધી ગઇ

PC: ahmedabadmirror.com

કોઇ પણ ચૂંટણી વખતે ઉમેદવારો એફિડેવીટ કરવું પડે છે કે તેની પાસે કેટલી સંપત્તિ છે. ગુજરાતના સાંસદોની વાત કરીએ 3 સાંસદો એવા છે કે જેમની સંપત્તિ 5 વર્ષમાં જ 3 ગણી વધી ગઇ છે અને 3 સાંસદો એવા છે જેમની 5 વર્ષમાં સંપત્તિ બમણી થઇ છે.જેમની સંપત્તિ 3 ગણી થઇ એમાં પૂનમ માડમ, મનસુખ વસાવા અને રાજેશ ચુડાસમા. જ્યારે બમણી થઇ ગઇ હોય તો દેવુંસિંહ ચૌહાણ, વિનોદ ચાવડા અને જશવંત ભાભારનો સમાવેશ થાય છે.

જામનગરના સાંસદ પૂનમ માડમની 2019માં 39.27 કરોડ રૂપિયાની સંપત્તિ હતી જે 2024 સુધીમાં 276 ટકા વધીને 147.70 કરોડ થઇ ગઇ. મનસુખ વસાવાની 2019માં 68 લાખની સંપત્તિ હતી જે 2024માં 2.54 કરોડ થઇ 273 ટકા વધી અને રાજેશ ચુડાસમાં 2019માં 1.08 કરોડની સંપત્તિ હતી જે 2024માં 3.34 કરોડની થઇ 208 ટકા વધી.

દેવુસિંહ ચૌહાણ 2019માં 1.30 કરોડ હતી જે 2024માં 3.49 કરોડ થઇ, વિનોદ ચાવડા 2019માં 3.29 કરોડ હતી જે 2024માં 7.08 કરોડ થઇ અને જશવંત ભાભોર 2.35 કરોડથી વધીને 4.83 કરોડ થઇ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp