કોંગ્રેસ MLAનું BJPના મહિલા ઉમેદવાર પર નિવેદન- 'માત્ર ખાવાનું બનાવવાનું..'

PC: indiatoday.in

કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્ય શમનૂર શિવશંકરપ્પાએ એક વિવાદિત નિવેદન આપ્યું છે. દાવણગેરે સીટથી ભારતીય જનતા પાર્ટી (BJP)ના લોકસભાના ઉમેદવાર વિરુદ્ધ તેમણે વિવાદિત ટિપ્પણી કરી, ત્યારબાદ વિવાદ ઊભો થઈ ગયો છે. પાર્ટી કાર્યકર્તાઓની એક બેઠકમાં બોલતા શમનૂર શિવશંકરપ્પાએ કહ્યું કે, ભાજપના ઉમેદવાર માત્ર રસોઈમાં ખાવાનું બનાવવાનું જાણે છે. ઉલ્લેખનીય છે કે, અહીથી ભાજપના ઉમેદવાર, હાલના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જી.એમ. સિદ્ધેશ્વરના પત્ની ગાયત્રી સિદ્ધેશ્વર છે.

શિવશંકરપ્પાએ ગાયત્રીની યોગ્યતાઓની નિંદા કરતા દાવો કર્યો કે, તેમનામાં સાર્વજનિક મુદ્દાઓને પ્રભાવી ઢંગે સંબોધિત કરવાની ક્ષમતા નથી. શિવશંકરપ્પાએ કહ્યું કે, જેમ કે તમે બધા જાણો છે કે તેઓ ચૂંટણી જીતીને મોદીના કમળનું ફૂલ ખિલાવવા માગે છે. પહેલા દાવણગેરેની સમસ્યાઓને સમજવા દો. અમે (કોંગ્રેસ) ક્ષેત્રમાં વિકાસાત્મક કાર્ય કર્યા છે. એ જાણવાની એક વાત છે કે કેવી રીતે વાત કરવાની છે, પરંતુ તેઓ માત્ર રસોઈમાં ખાવાનું બનાવવાનું જાણે છે. વિપક્ષી પાર્ટી પાસે જનતા સામે વાત કરવાની તાકત નથી.

92 વર્ષીય કોંગ્રેસ નેતા અને દાવણગેરે દક્ષિણાથી 5 વખતના ધારાસભ્ય, પાર્ટીના સૌથી ઉંમરવાન ધારાસભ્ય છે. તેમના વહુ પ્રભા મલ્લિકાર્જૂન આગામી ચૂંટણી માટે આ સીટ માટે કોંગ્રેસના ઉમેદવાર છે. શિવશંકરપ્પાની ટિપ્પણીઓના જવાબમાં ગાયત્રી સિદ્ધેશ્વરે જવાબ આપ્યો. તેમણે કહ્યું કે, તેમણે આ એ પ્રકારે કહ્યું કે અમારે માત્ર ખાવાનું બનાવવું જોઈએ અને રસોઈમાં જ રહેવું જોઈએ. આજે મહિલાઓ કયા વ્યવસાયમાં નથી. અમે તો આકાશમાં ઊડી રહ્યા છીએ. વૃદ્ધ વ્યક્તિને ખબર નથી કે, મહિલાઓ કેટલી આગળ વધી ગઈ છે, તેઓ એ પ્રેમને જાણતા નથી, જે હું જાણું છું. જે પોતાના ઘરમાં પુરુષો, બાળકો અને વૃદ્ધો માટે ખાવાનું બનાવવામાં છે.

આ દરમિયાન કર્ણાટક ભાજપના પ્રવક્તા માલવિકા અવિનાશે કહ્યું કે, આશ્ચર્યજનક છે કે શમનૂર શિવશંકરપ્પાએ એવી ટિપ્પણી કરી, જ્યાં કોંગ્રેસ ધારાસભ્યની વહુ પોતે પણ ચૂંટણી મેદનમાં છે. એવો કોઈ દિવસ અને સમય નથી જ્યારે મહિલાઓ ઘર પર બેસે છે. વાસ્તવમાં તેઓ પોતાનું ઘર ચલાવે છે, પરંતુ તેની સાથે જ તેઓ લડાકુ જેટ વિમાન ઉડાવે છે, તેઓ અંતરીક્ષ જાય છે. તેમણે કહ્યું કે, ભાજપે શિવશંકરપ્પાની ટિપ્પણીની નિંદા કરી છે અને ભારતના ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp