PM પદની મોદી લઈ રહ્યા હતા શપથ તો, મમતાએ બંધ કરી દીધી લાઇટ, જણાવ્યું કારણ

PC: aljazeera.com

નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા. તો તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના રાજ્યસભાના સાંસદ સાગરિકા ઘોષે સોમવારે કહ્યું કે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મોદી કેબિનેટ 3.0ના શપથગ્રહણ સમારોહ દરમિયાન પોતાની બધી લાઇટો બંધ કરી દીધી અને અંધારામાં જ બેસી રહ્યા. TMC સાંસદે એ પણ માગ કરી કે, ભારતીય જનતા પાર્ટી (BJP)એ નવા નેતા પસંદ કરવા જોઈએ અને વડાપ્રધાન મોદીની જગ્યા લેવી જોઈએ, કેમ કે લોકસભાની ચૂંટણીમાં આખી ચૂંટણી તેમની આસપાસ ફર્યા બાદ પણ બહુમત હાંસલ કરવામાં સફળ ન થઈ.

તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું કે, નરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારોહનું સેલિબ્રેશન મનાવી રહેલા લોકો માટે દેશની એકમાત્ર મહિલા મુખ્યમંત્રીનો સંદેશ. તેમણે પોતાની બધી લાઇટ બંધ કરી દીધી અને સમારોહ દરમિયાન અંધારામાં બેસી રહ્યા. વડાપ્રધાને જનાદેશ ગુમાવી દીધો છે અને લોકોએ તેમને નકારી દીધા છે. સાગરિક ઘોષે કહ્યું કે, વારાણસીમાં લગભગ હારી ગયા, અયોધ્યામાં હારી ગયા, પૂરી રીતે પોતાના પર પ્રચાર કેન્દ્રિત થયા બાદ પણ તેઓ બહુમત હાંસલ ન કરી શક્યા. મોદીને બદલવા જોઈએ. ભાજપને એક નવા નેતા પસંદ કરવા દો.

રવિવારે નરેન્દ્ર મોદીએ પોતાના ત્રીજા કાર્યકાળ માટે વડાપ્રધાન પદના શપથ લીધા. આ કાર્યક્રમમાં TMCના મુખિયા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી સામેલ ન થયા. આ સમારોહમાં માત્ર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખરગે સામેલ થયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત તેમના મંત્રી પરિસષદમાં કુલ 72 લોકોએ પણ શપથ લીધા. આ આ મંત્રીપરિષદમાં લગભગ 33 નવા ચહેરાઓને સામેલ કરવામાં આવ્યા છે. તેમાંથી ઓછામાં ઓછા 6 મંત્રી જાણીતા રાજનીતિક પરિવાર સાથે સંબંધ ધરાવે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીમમાં સામેલ થનારા 3 પૂર્વ મુખ્યમંત્રીઓ પણ સામેલ છે. તેમાં શિવરાજ સિંહ ચૌહાણ, મનોહરલાલ ખટ્ટર અને એચ.ડી. કુમારસ્વામી છે. મોદી સરકારમાં પહેલી વખત મંત્રી બનનાર 7 લોકો સહયોગી દળોમાંથી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારોહમાં પાડોશી દેશોના રાષ્ટ્રાધ્યક્ષો પણ સામેલ થયા હતા. તેમાં માલદીવ્સના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જૂ, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના, નેપાળના વડાપ્રધાન પુષ્પકમલ દહલ પ્રચંડ, શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે, મોરીશસના વડાપ્રધાન પ્રવિન્દ કુમાર જગન્નાથ, ભૂટાનના વડાપ્રધાન શેરિંગ તોબગે અને સેશેલ્સના ઉપરાષ્ટ્રપતિ અહમદ અફીકનું નામ સામેલ છે.

રાજનીતિક નેતાઓ અને અલગ અલગ ગણમાન્ય વ્યક્તિઓ સિવાય ટ્રાન્સજેન્ડર સમુદાયના સભ્યો સાથે સાથે નવા સાંસદ ભવનને બનાવનારા કર્મચારીઓ અને મંજૂરોએ પણ મોદી અને નવા મંત્રી પરિષદના શપથગ્રહણ સમારોહમાં હિસ્સો લીધો. શપથગ્રહણ સમારોહ જોવા માટે રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં લગભગ 9000 લોકો ઉપસ્થિત થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp