મહુઆ મોઈત્રા સામે BJPએ ઉતાર્યા એવા રોયલ ઉમેદવાર કે તેને ભારે પડી શકે છે

PC: twitter.com/subhsays

2024ની લોકસભાની ચૂંટણી માટે રવિવારે ભારતીય જનતા અપાર્ટી (BJP)એ ઉમેદવારોની પાંચમી લિસ્ટ જાહેર કરી દીધી છે, જેમાં 111 ઉમેદવારોના નામ છે. ભાજપે પશ્ચિમ બંગાળની કૃષ્ણાનગર સીટથી રાજમાતા અમૃતા રોયને પોતાના ઉમેદવાર બનાવ્યા છે, જે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના મહુઆ મોઈત્રાને ટક્કર આપશે. આ સીટ પશ્ચિમ બંગાળની મહત્ત્વની સીટોમાંથી એક છે.

ભાજપના આ નિર્ણયને મહુઆ મોઈત્રા વિરુદ્ધ હુકમનો એક્કો માનવામાં આવી રહ્યો છે. આ વખત લોકસભાની ચૂંટણીમાં મહારાજા કૃષણચંદ્રનું નામ સીધી રીતે રાજનીતિ સાથે જોડાઈ રહ્યું છે. અમૃતા રૉય, કૃષ્ણાનગરના પ્રતિષ્ઠિત રાજબાડી (રોયલ પેલસ)ના રાજમાતા છે. તેમની સંભવિત ઉમેદવારીને લઈને થોડા દિવસોથી અટકળો ચાલી રહી હતી.

શું ભાજપને અમૃતા રોયથી મળશે ફાયદો?

અમૃતા રોય 20 માર્ચે ભાજપમાં સામેલ થયા હતા. તેમણે બંગાળમાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીની ઉપસ્થિતિમાં ભાજપની સભ્યતા હાંસલ કરી. કૃષ્ણાનગરથી અમૃતા રૉય મેદાનમાં છે. નદિયા જિલ્લાના ઇતિહાસમાં રાજા કૃષ્ણચંદ્રનું યોગદાન બધા જાણે છે. કૃષ્ણાનગર રાજપરિવારની ભૂમિકાને આજે પણ યાદ કરવામાં આવે છે. ચૂંટણી વિશેષજ્ઞોનું માનવું છે કે, અમૃતા રોયની ઉમેદવારીથી ભાજપને પ્રોત્સાહન મળશે અને તેઓ મહુઆ મોઈત્રાને ટક્કર પણ આપશે. ભાજપના પદાધિકારીઓ મુજબ જિલ્લા નેતૃત્વએ અમૃતાને ઉમેદવાર બનાવવામાં રસ દેખાડ્યો અને પછી પાર્ટીએ તેમની સાથે વાતચીત શરૂ કરી. કહેવામાં આવ્યું કે, ઘણા વખતની વાતચીત બાદ અમૃતા ઉમેદવાર બનવા તૈયાર થઈ ગયા.

ગત ચૂંટણીમાં મહુઆ મોઈત્રાની પ્રચંડ જીત:

મહુઆ મોઈત્રાએ 2019ની લોકસભાની ચૂંટણીમાં કૃષ્ણાનગર સીટથી જીત હાંસલ કરી હતી. તેમને 6,14,872 વોટ મળ્યા હતા, જ્યારે ભાજપના કલ્યાણ ચોબેને કુલ 5,51,654 વોટ મળ્યા હતા. મહુઆ મોઈત્રાએ 63,218ના ભારે અંતરથી જીત હાંસલ કરી હતી. 2019ની લોકસભાની ચૂંટણીમાં મહુઆ મોઈત્રાની જીત પાછળના કારણ ચોપડા, પલાશીપારા અને કાલીગંજ વિધાનસભાઓ હતી. આ ત્રણેય વિધાનસભાઓમાં મહુઆ મોઈત્રાને ભારે વોટ મળ્યા હતા. છેલ્લા 5 વર્ષોમાં કાલીગંજ વિધાનસભામાં ભાજપનું સંગઠન ખૂબ મજબૂત થયું છે.

એ સિવાય ભાજપ એ તથ્ય પર પણ વિચાર કરી રહી છે કે છેલ્લા કેટલાક મહિનાઓમાં એ વિસ્તારમાં TMCની સંગઠનાત્મક તાકત નબળી થઈ છે. એ ચૂંટણીઓ દરમિયાન ભ્રષ્ટાચારના આરોપ અને સત્તાધારી પાર્ટીમાં ઝઘડા TMC માટે ચૂંટણી નજરિયાથી મુશ્કેલ બનીને સામે આવી શકે છે. ભાજપના પદાધિકારીઓ મુજબ વૉટોનું અંતર વધારવા માટે રાણીમાં જેવા સ્થાનિક, પ્રભાવશાળી અને પરિચિત ચહેરાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. એવામાં અમૃતા રોયના નામાંકનથી ભાજપને તાકત હાંસલ કરવામાં મદદ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp