આ સીટ પર BSPના નામથી 2 ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા, માયાવતીએ કર્યો વીડિયો કોલ અને..

PC: aajtak.in

ઉત્તર પ્રદેશમાં આંમલા લોકસભા બેઠક માટે બહુજન સમાજ પાર્ટીના બે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. એક જ પક્ષના બે ઉમેદવારો હોવાથી તેમના નામાંકન નામંજૂર કરવામાં આવ્યા હતા. આ સમાચાર બહાર આવતાની સાથે જ UPથી લઈને દિલ્હી સુધી હલચલ મચી ગઈ હતી અને જ્યારે આ સમાચાર BSP સુપ્રીમો સુધી પહોંચ્યા ત્યારે માયાવતી અને બરેલીના અધિકારીઓએ ઉતાવળમાં ઝૂમ પર મીટિંગ કરી અને આંમલામાંથી BSP ઉમેદવાર કોણ છે તેની પુષ્ટિ કરી.

માયાવતીએ ઝૂમ બેઠકમાં અધિકારીઓને પુષ્ટિ આપી કે બહુજન સમાજ પાર્ટીના અધિકૃત ઉમેદવાર સૈયદ આબિદ અલી છે અને તેમને પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવી છે. આ પછી, બરેલીના પ્રશાસનિક અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો અને આબિદ અલીને ઉમેદવાર માનીને તેનું નામાંકન માન્ય જાહેર કર્યું અને નકલી ઉમેદવાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો. આ મામલે નકલી ઉમેદવાર વિરુદ્ધ લખનઉના એક પોલીસ સ્ટેશનમાં કેસ પણ નોંધવામાં આવ્યો છે.

BSP સુપ્રીમોએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બરેલીના અધિકારીઓ સાથે વાત કરતા પુષ્ટિ કરી કે, બહુજન સમાજ પાર્ટી દ્વારા જે વ્યક્તિને ઉમેદવાર બનાવવામાં આવ્યો છે તે સૈયદ આબિદ અલી છે અને બીજો નકલી ઉમેદવાર છે. સત્યવીર સિંહ સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. આ પછી અધિકારીઓએ સૈયદ આબિદ અલીને BSPના ઉમેદવાર માન્યા અને તેમનું નામાંકન બહાર પાડ્યું.

બરેલીના CDOએ કહ્યું કે, બે લોકો આંમલા લોકસભા સીટ પરથી BSPના ઉમેદવાર હોવાનો દાવો કરી રહ્યા છે. બંને પાસે ફોર્મ A-B હતું. બંનેની સહીઓ હાજર રહી હતી. આનાથી મૂંઝવણ ઊભી થઈ, જોકે, ત્યાર પછી બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષે ચૂંટણી પંચને લેખિત ફરિયાદ કરી કે, તેમના દ્વારા કોઈ સત્યવીર સિંહને કોઈપણ પ્રકારનું ફોર્મ આપવામાં આવ્યું નથી. આ મામલે BSP મહાસચિવ દ્વારા લખનઉમાં FIR પણ દાખલ કરવામાં આવી છે, જેની રસીદ ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી પંચને સોંપવામાં આવી છે.

તેમણે કહ્યું કે રજુ કરવામાં આવેલા પેપરને ધ્યાનમાં લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી. BSPના રાષ્ટ્રીય અધ્યક્ષે ઝૂમ એપ દ્વારા આમાં ભાગ લીધો હતો. તેમના સિવાય આંમલાના ઓબ્ઝર્વર અને આબિદ અલી તેમના એજન્ટ સાથે બેઠકમાં હાજર હતા. જો કે તેમાં અન્ય ઉમેદવારો હાજર રહ્યા ન હતા. જે પછી રાષ્ટ્રીય અધ્યક્ષે સૈયદ આબિદ અલીને આંમલાથી પોતાના ઉમેદવાર તરીકે સમર્થન આપ્યું હતું.

BSPના ઉમેદવાર આબિદ અલીએ SPના ઉમેદવાર નીરજ મૌર્ય પર આનો આરોપ લગાવ્યો છે. તેણે કહ્યું કે, આ નીરજ મૌર્યનું કાવતરું હતું. તેઓ મુસ્લિમ મતોને વહેંચી દેવા માગે છે. જલાલાબાદના રહેવાસી નીરજ મૌર્યએ જલાલાબાદના સત્યવીરનું નકલી પ્રતીક બનાવીને બહેનની નકલી સહીનો ઉપયોગ કરીને આ નકલી ફોર્મ ભર્યું હતું. આ ચૂંટણીમાં મેં એક જીત તો મેળવી છે અને મારી બહેનના આશીર્વાદથી બીજી જીત જનતાના હાથમાં છે. હું જનતાને અપીલ કરવા માંગુ છું કે, જે વ્યક્તિ નકલી ચિહ્નો અને નકલી સહી તૈયાર કરી શકે છે, તે તમારી સાથે શું કરશે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp