વરુણની ટિકિટ કાપીને જેેને આપી તે કોંગ્રેસમાંથી પાટલી બદલીને આવ્યા છે

PC: economictimes.indiatimes.com

ઉત્તર પ્રદેશની પીલીભીત સીટ પરથી લોકસભાની ચૂંટણી રસપ્રદ થઈ ગઈ છે. હોળીના દિવસે ભાજપ પોતાના ઉમેદવાર જિતિન પ્રસાદ પીલીભીત પહોંચ્યા અને અહી કાર્યકર્તાઓમાં જોશ ભર્યો. તેમણે ભાજપની ઓફિસમાં કાર્યકર્તાઓ સાથે મુલાકાત પણ કરી અને ચૂંટણી પ્રચારમાં લાગી જવાની અપીલ કરી જિતિન પ્રસાદનું કહેવું હતું કે, ભાજપ એ પાર્ટી છે જે ચૂંટણીની ચિંતા કર્યા વિના લોકો અને દેશના કલ્યાણ માટે કામ કરે છે. ભાજપ હંમેશાં તૈયાર છે. તેમણે અહીથી ટિકિટની દાવેદારી પર પણ વાત કરી.

લોકસભાની ચૂંટણીમાં ભાજપે ઉત્તર પ્રદેશની પીલીભીત સીટ પરથી વરુણ ગાંધીની ટિકિટ કાપી દીધી છે. વરુણ ગાંધી વર્ષ 2019માં પીલીભીતથી ચૂંટણી જીત્યા હતા. આ અગાઉ તેઓ સુલ્તાનપુરના સાંસદ રહ્યા. પીલીભીતથી વરુણ ગાંધીના માતા મેનકા ગાંધીએ પણ લાંબા સમય સુધી પ્રતિનિધિત્વ કર્યું. હવે વરુણ ગાંધીની જગ્યાએ પાર્ટીને જિતિન પ્રસાદને ઉમેદવાર જાહેર કર્યા છે. તેઓ ઉત્તર પ્રદેશની યોગી સરકારમાં લોક નિર્માણ વિભાગના મંત્રી છે. આ અગાઉ તેઓ કોંગ્રેસની ટિકિટ પર વર્ષ 2004માં શાહજહાંપુર લોકસભા સીટ અને વર્ષ 2009માં ધૌરહરા (લખીમપુર ખીરી જિલ્લા) લોકસભા સીટથી ચૂંટણી જીત્યા હતા.

વર્ષ 2021માં તેઓ ભાજપમાં સામેલ થઈ ગયા હતા. જિતિન પ્રસાદે સોમવારે પીલીભીત પહોંચીને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી. તેમણે કહ્યું કે, આ ખૂબ મહત્ત્વપૂર્ણ લોકસભા ક્ષેત્ર છે. આખા દેશ અને રાજ્યની નજરો અહીની ચૂંટણી પર છે. આપણા બધા કાર્યકર્તાઓની જવાબદારી વધી ગઈ છે. ભાજપના નેતૃત્વએ મારા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આપણે બધા પાર્ટીના સમર્પિત કાર્યકર્તા છીએ. જાણું છું કે ઘણા લોકોએ ઉમેદવારી કરી છે, પરંતુ આ ભાજપ જ છે, જ્યાં એક વખત નેતૃત્વએ નિર્ણય લઈ લીધો તો બધા લોકો સન્માન કરે છે.

જિતિન પ્રસાદે આગળ કહ્યું કે, પાર્ટીના સશક્ત અને વડાપ્રધાનના હાથ મજબૂત કરવા માટે એક સાથે મળીને કામ કરીએ. એક એક વ્યક્તિ પોતાની ક્ષમતા અને પ્રયાસ કરે. આ મારું ઘર છે. વડાપ્રધાન મોદી અને નેતૃત્વના એ જ વિચાર છે કે, જે વ્યક્તિ સંગઠન અને પાર્ટીને સાથે લઈને ચાલશે, એ વ્યક્તિ આગળ વધશે. હું તમને વિશ્વાસ અપાવું છું કે, જિતિન પ્રસાદ અહીથી માત્ર પોતાના દમ પર જ ચૂંટણી નહીં જીતી શકે. વડાપ્રધાનનું નેતૃત્વ, સંકલ્પ, તેમની યોજનાઓ અને સંગઠનના આધાર પર આપણે લોકો ઘર ઘર જઈશું. એક એક કુંડી ખટકાવી દો. એક એક ગામ પહોંચીવળો અને વડાપ્રધાન મોદીનો સંદેશ પીલીભીતમાં એક એક વ્યક્તિ સુધી પહોંચાડી દો.

તેમણે કહ્યું કે, મને આ જવાબદારી આપવા માટે હું પાર્ટી નેતૃત્વનો આભાર માનું છું. અહીની ચૂંટણી નિર્ણાયક હશે. મોદીના ત્રીજા કાર્યકાળ માટે જીત સુનિશ્ચિત થશે. આપણે લોકો વડાપ્રધાન મોદીના 10 વર્ષના કાર્યકાળનો રેકોર્ડ દેખાડીશું. ભાજપ વિકાસ માટે સતત કામ કરે છે. પહેલા થોડા લોકો યોજનાઓનો લાભ ઉઠાવતા હતા અને પૈસાઓ વહેચાઈ જતા હતા. કાયદા વ્યવસ્થા ધ્વસ્ત હતી. જનતાને યોજનાઓનો લાભ નહોતો મળતો. આજે પરિવર્તન દેખાઈ રહ્યો છે અને લોકોને લાભ મળી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp