વરૂણની ટિકિટ ભાજપે હજુ નક્કી ન કરતા કોંગ્રેસની લાળ ટપકી...

PC: zeenews.india.com

ભારતીય જનતા પાર્ટી (BJP)ની પાંચમી લિસ્ટમાં પીલીભીતના સાંસદ વરુણ ગાંધીની ટિકિટ કાપી દેવામાં આવી છે. પાર્ટીએ તેમની જગ્યાએ ઉત્તર પ્રદેશ સરકારમાં મંત્રી જિતિન પ્રસાદને ઉમેદવાર બનાવ્યા છે. તેના પર હવે પશ્ચિમ બંગાળના બેહરામપુર સીટથી કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ પ્રતિક્રિયા આપતા ભાજપ પર પ્રહાર કર્યો છે. વરુણ ગાંધીને કોંગ્રેસમાં સામેલ થવાની ઓફર આપી છે. અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, વરુણ ગાંધીએ કોંગ્રેસમાં સામેલ થવું જોઈએ. જો તેઓ કોંગ્રેસમાં આવશે, તો અમને ખુશી થશે. અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, વરુણ ગાંધી એક કદાવર અને ખૂબ કુશળ નેતા છે. તેમનો ગાંધી પરિવાર સાથે સંબંધ છે એટલે ભાજપે તેમને ટિકિટ ન આપી. અમે ઈચ્છીએ છીએ કે વરુણ ગાંધી કોંગ્રેસમાં સામેલ થઈ જાય.

શું હશે વરુણનું આગામી પગલું?

પીલીભીતથી ટિકિટ કપાયા બાદ હવે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, વરુણ ગાંધીનું આગામી પગલું શું હશે? શું તેઓ કોંગ્રેસ કે કોઈ અન્ય પાર્ટીમાં સામેલ થશે કે અપક્ષ ચૂંટણી લડશે? જાણકારો મુજબ, વરુણ ગાંધી હવે પીલીભીતથી ચૂંટણી નહીં લડે. તેમણે પોતાના નજીકનાઓને કહ્યું કે, તેમની સાથે છળ થયું છે અને હવે તેઓ ચૂંટણી નહીં લડે. જો કે, ભાજપની લિસ્ટમાં વરુણ ગાંધીના માતા મેનકા ગાંધીને સુલ્તાનપુર સીટથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

કયા છળનો ઈશારો કરી રહ્યા છે વરુણ?

વરુણ ગાંધી પોતાના નજીકનાઓને કહી રહ્યા છે કે તેમની સાથે છળ થયું છે. તો અંતે કયું છળ? રાજનીતિક ગલિયારામાં ચર્ચા છે કે પાંચમી લિસ્ટમાં વરુણ ગાંધીની ટિકિટ કાપી દેવામાં આવી તો તેમના માતા મેનકા ગાંધીને સુલ્તાનપુરથી ટિકિટ આપવામાં આવી છે. પીલીભીતમાં ચૂંટણી પહેલા ચરણમાં તો સુલ્તાનપુરમાં અંતિમ એટલે કે સાતમા ચરણમાં છે. જો વરુણ બળવાખોર બને છે તો તેમના માતાની ચૂંટણી પર નકારાત્મક અસર પડશે.

અધીર રંજન ચૌધરીએ આપી ઓફર:

વરુણ ગાંધીનો આગામી માર્ગ શું હશે? તેને લઈને ઘણા પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે. કોઈ તેઓ અપક્ષ લડવાની સાંભવના વ્યક્ત કરી રહ્યું છે, તો કોઈ કોંગ્રેસથી લડવાની સલાહ આપી રહ્યું છે. સોશિયલ મીડિયા પર પણ તેને લઈને ડિબેટ ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર તો લોકો વરુણને એ સલાહ પણ આપવા લાગ્યા કે તેઓ હવે ગાંધી પરિવાર એટલે કે કોંગ્રેસ તરફ આવતા રહે. આ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરીએ તેમણે પાર્ટીમાં સામેલ થવાની ખુલ્લી ઓફર આપી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp