રાજસ્થાનનું આ ગામ 9 ચૂંટણીથી મતદાન નથી કરતું, કર્મચારીઓ આખો દિવસ રાહ જોઈ રહ્યા

PC: zeenews.india.com

આ વખતે પણ, જયપુર ગ્રામીણ લોકસભા મતવિસ્તારના બસ્સી વિસ્તારના પાલાવાલા જાટન ગામમાં લોકસભા ચૂંટણીમાં એક પણ વોટ પડ્યો નથી. ગ્રામજનોએ અહીં સતત નવમી વખત મતદાનનો બહિષ્કાર કર્યો હતો. અહીંના સીમાંકન અંગે ગ્રામજનોમાં રોષ છે.

જયપુર ગ્રામીણ લોકસભા મતવિસ્તારમાં એક ગામ છે, જે છેલ્લા નવ ચૂંટણીઓથી સતત મતદાનનો બહિષ્કાર કરી રહ્યું છે. આ વખતે પણ આ ગામના મતદારોએ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો અને એક પણ મત આપ્યો ન હતો. મતદાન કર્મચારીઓની આખી ટીમ દિવસભર મતદારોની રાહ જોતી રહી, પરંતુ એક પણ મતદાર આવ્યો ન હતો. મતદાનનો સમય પૂરો થયા પછી આ ટીમ ખાલી હાથે પાછી ફરી હતી. આ ગામ હાલમાં ઘણું ચર્ચામાં રહ્યું છે.

 

મળતી માહિતી મુજબ, આ ગામનું નામ પાલાવાલા જાટાન છે. જયપુર ગ્રામીણ લોકસભા સીટના બસ્સી વિસ્તારના આ ગામના મતદારો લાંબા સમયથી તેમની માંગણીઓ પૂરી ન થવાને કારણે સરકારથી નારાજ છે. ગ્રામજનોની નારાજગીનું કારણ સીમાંકન અંગે છે. આ ગ્રામજનો સીમાંકનમાં ફેરફારથી નારાજ છે. તેઓએ અનેક વખત વહીવટીતંત્ર સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરી છે, પરંતુ હજુ સુધી તેનો ઉકેલ આવ્યો નથી.

જેના કારણે ગ્રામજનોએ લાંબા સમયથી ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. જેના કારણે ગ્રામજનોએ અત્યાર સુધી સતત નવ વખત ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કામાં જયપુર ગ્રામીણ લોકસભા બેઠક માટે પણ મતદાન થયું હતું. પરંતુ પાલાવાલા જાટાન ગામના મતદારોએ એક પણ મત આપ્યો ન હતો. મતદાન કાર્યકરો દિવસભર મતદારોની રાહ જોતા રહ્યા હતા. ADM, ASP, SDM અને DSP બધાએ ગામના મતદાન મથકનું નિરીક્ષણ કર્યું અને ચાલ્યા ગયા. પરંતુ ગ્રામજનોએ કહ્યું કે, જ્યાં સુધી તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ મતદાન નહીં કરે.

 

આ ગામના મતદારોએ અગાઉ ઓક્ટોબર 2020માં પંચાયતની ચૂંટણી, જુલાઈ 2021માં પંચાયતની પેટાચૂંટણી, સપ્ટેમ્બર 2021માં પંચાયત સમિતિના સભ્ય અને જિલ્લા પરિષદ સભ્યની ચૂંટણીઓ અને મે 2022માં પંચાયતની પેટાચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. તે પછી નવેમ્બર 2022 અને મે 2023માં પંચાયત પેટાચૂંટણી, ઓગસ્ટ 2023માં પંચાયત પેટાચૂંટણી, નવેમ્બર 2023માં વિધાનસભાની ચૂંટણી અને જાન્યુઆરી 2024માં ફરીથી પંચાયત પેટાચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો. વહીવટીતંત્ર દિવસભર ગ્રામજનોને મતદાન કરવા અપીલ કરતું રહ્યું. પરંતુ ગ્રામજનો એક ના બે થયા નહીં. તેમ છતાં તુંગા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ મહેશ કુમાર કાયદો અને વ્યવસ્થાને લઈને પોલીસ કર્મચારીઓ સાથે દિવસભર ત્યાં ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp