લોકસભા 2024ની ચૂંટણીમાં નેશનલ પાર્ટી કોંગ્રેસ સામે શું પડકારો છે?
લોકસભા 2024ની ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે અને બધી રાજકીય પાર્ટીઓ તૈયારીમાં લાગી ગઇ છે. કોંગ્રેસ પાર્ટી સામે લોકસભા 2024માં શું પડકારો છે? એના વિશે વાત કરીએ તો કોંગ્રેસ માટે આ વખતે વર્ચસ્વની લડાઇ છે.
વર્ષ 2014 અને 2019માં ભાજપ ચૂંટણી જીતીને સત્તામાં આવેલી છે અને આ વખતે ભાજપે 400 પારનો નારો લગાવેલો છે. કોંગ્રેસે વર્ષ 2014 પછી લોકો વચ્ચે પોતાની પકડ ધીમે ધીમે ગુમાવી દીધી છે. 2014માં કોંગ્રેસને લોકસભામાં માત્ર 44 અને 2019માં માત્ર 52 બેઠકો મળી હતી.
કોંગ્રેસનું ભવિષ્ય માત્ર દક્ષિણના બે રાજ્યો કર્ણાટક અને તેલંગાણા પર ટકેલું છે. કોંગ્રેસ માટે લોકસભા 2024 એ જીતવા માટેની લડાઇ નથી, પરંતુ ફરીથી લડવા માટે વર્ચસ્વ જાળવી રાખવાની લડાઇ છે. કોંગ્રેસે આ વખતે એટલી તો સીટ મેળવવી જ પડશે જેને લીધે પાર્ટીની ઇજ્જત બચી જાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp