એક જમાનાના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ ક્યાં ખોવાઇ ગયા છે?

PC: khabarchhe.com

એક જમાનામાં સ્ટાર પ્રચારક ગણાતા હાર્દિક પટેલને ભાજપે ગુજરાતના 40 સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ કર્યા નથી ત્યારે ઘણા બધા લોકોના મનમાં સવાલ છે કે હાર્દિક પટેલ અત્યારે શું કરે છે?

વર્ષ 2015માં જ્યારે પાટીદાર અનામત આંદોલન શરૂ થયું ત્યારે હાર્દિક પટેલ આ આંદોલનનો મુખ્ય ચહેરો હતા. તેમની સભામાં હજારોની સંખ્યામાં ભીડ એકઠી થતી હતી અને લોકો કલાકો સુધી તેમને સાંભળવા બેસી રહેતા હતા. એ પછી જ્યારે હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા ત્યારે તેમને ગુજરાત કોંગ્રેસના ઇન્ચાર્જ પ્રદેશ પ્રમુખ બનાવાયા હતા અને 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે હાર્દિકને હેલિકોપ્ટરની સુવિધા પુરી પાડી હતી. હાર્દિક પટેલ ગુજરાતમાં ઉપરાંત રાજ્યની બહાર પણ સભા કરતા તો ભારે ભીડ એકઠી થતી હતી. પરતું ભાજપમાં જોડાયા પછી હવે હાર્દિકને ગણતરીમાં લેવાતા નથી.

જાણકારોનું કહેવું છે કે અત્યારે હાર્દિક પટેલ સુરેન્દ્ર નગર પર લોકસભા બેઠકના ઉમેદવાર ચંદુ શિરોહા માટે પોતાના વિરમગામ મત વિસ્તારમાં પ્રચાર કાર્યમાં વ્યસ્ત છે. વિરમગામ ઉપરાંત આજુબાજુના વિસ્તારોમાં હાર્દિક પ્રચાર કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp