BJPને 400 બેઠકો મળશે તો શું થશે? CMએ કહ્યું- વધુ 2 મંદિરો બનશે, એક...

PC: twitter.com/himantabiswa

આસામના CM હિમંતા બિસ્વા સરમાએ દિલ્હીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું હતું કે, જો BJPને 400 સીટો મળશે તો વારાણસીમાં જ્ઞાનવાપી અને કૃષ્ણ જન્મભૂમિ મંદિરો બનાવવામાં આવશે. CM હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે, આ વખતે 400 પાર કરવાનો અર્થ છે, જ્ઞાનવાપીમાં શિવાલય, મથુરામાં શ્રી કૃષ્ણ મંદિર અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ભારત પરત આવશે.

CM હિમંતા બિસ્વા સરમા BJPના ઉમેદવાર હર્ષ મલ્હોત્રાના પ્રચાર માટે દિલ્હી આવ્યા હતા. અહીં લક્ષ્મી નગરમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, BJP સરકાર અનામતને વધુ મજબૂત કરવા માટે કામ કરી રહી છે.

આ દરમિયાન CM હિમંતા બિસ્વા સરમાએ અયોધ્યામાં રામ મંદિર વિશે વાત કરતા કહ્યું કે, 'ગત ચૂંટણીમાં અમે કહ્યું હતું કે રામ મંદિર બનાવવું છે અને આ વખતે જ્યારે અમે ચૂંટણીમાં તમારી વચ્ચે આવ્યા છીએ, તો રામ મંદિરનું નિર્માણ થઇ ગયું છે. તેથી હવે તો જીત પણ મોટી હોવી જોઈએ, કારણ કે અમે અમારા વચનો પૂરા કર્યા છે...'

તેમણે આગળ કહ્યું, 'જ્યારે કોંગ્રેસ અમને પૂછતી રહી કે તમે (BJP) 400થી વધુ સીટો કેમ ઈચ્છો છો, તો મને લાગ્યું કે આનો જવાબ હોવો જોઈએ. તો મેં કહ્યું કે, જ્યારે અમારી પાસે 300 સીટો હતી ત્યારે અમે રામમંદિર બનાવ્યું હતું. હવે જો અમારી પાસે 400 સીટો હશે તો મથુરામાં પણ કૃષ્ણ જન્મભૂમિ બનશે. અને જ્ઞાનવાપી મસ્જિદની જગ્યાએ બાબા વિશ્વનાથનું ભવ્ય મંદિર બનાવવામાં આવશે. તો અમને સીટો આપતા રહો અને અમે મુઘલોના કારનામાને સાફ કરતા રહીશું.'

દેશની રાજધાની દિલ્હીની 7 લોકસભા સીટો માટે 25મી મેના રોજ મતદાન થવાનું છે. મતદાન પહેલા BJPએ પોતાની તમામ તાકાત દિલ્હીમાં લગાવી દીધી છે. BJPના મોટા નેતાઓનો દિલ્હીમાં જમાવડો થયેલો છે.

બીજી તરફ AAP નેતા અને દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ પણ જેલમાંથી બહાર આવ્યા પછી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. CM અરવિંદ કેજરીવાલ આજે કોંગ્રેસના ઉમેદવાર JP અગ્રવાલ માટે રોડ શો કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp