રૂપાલામાં એવું તે શું છે કે 22 કરોડ ક્ષત્રિયોની નારાજગી છતા ભાજપ ટિકિટ કાપતી નથી

PC: businesstoday.in

ભાજપના નેતા પરષોત્તમ રૂપાલાના નિવેદનથી 21 દિવસથી ક્ષત્રિય સમાજ નારાજ છે અને રૂપાલાને રાજકોટથી હટાવવાની એક જ માંગ પર અડીને બેઠા છે. પરંતુ ભાજપ રૂપાલાની ટિકિટ કાપવાના મૂડમાં નથી. ત્યારે સવાલ એ થાય છે કે રૂપાલામાં એવું તે શું છે કે ગુજરાતના 50 લાખ અને દેશના 22 કરોડ ક્ષત્રિયોની નારાજગી છતા રૂપાલાને હટાવવામાં નથી આવી રહ્યા.

રાજકારણના જાણકારોનું કહેવું છે કે, પરષોત્તમ રૂપાલાને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, અમિત શાહ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું રક્ષણ મળી રહ્યું છે. બીજી તરફ ભાજપને ડર છે કે ક્ષત્રિય સમાજ સાથે સમાધાન કરવામાં ક્યાંક પાટીદાર સમાજ નારાજ ન થઇ જાય.

પરષોત્તમ રૂપાલા 1988થી 1991 સુધી અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ હતા અને 1991માં અમરેલી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. 1991-1995, 1995-1997, 1998-2002 સુધી ધારાસભ્ય રહ્યા હતા. વર્ષ 2002માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પરેશ ધાનાણી સામે હારી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp