ભાજપ પીલીભીત પરથી ટિકિટ ન આપે તો વરૂણ ગાંધી પછી શું કરી શકે?

PC: businesstoday.in

ઉત્તર પ્રદેશની પીલીભીત પરથી વરૂણ ગાંધી અત્યારે ભાજપના સાંસદ છે, પરંતુ લોકસભા 2024ની ચૂંટણીમાં ભાજપ વરૂણ ગાંધીને રિપીટ કરવાના મૂડમાં નથી. છેલ્લાં 10 વર્ષથી વરૂણ ગાંધીને ભાજપે ન તો સરકાર કે સંગઠનમાં કોઇ જવાબદારી સોંપી છે.

વરૂણ ગાંધી પોતાના લોકસભા મત વિસ્તારમાં તો ગાયબ જ રહ્યા હતા, પરંતુ અખબારોમાં લેખ લખીને અને જાહેર મંત પરથી પોતાની જ સરકારની ટીકા કરતા રહ્યા હતા. તેમણે અનેક વખત યોગી સરકાર અને મોદી સરકાર સામે નિવેદનો આપ્યા છે.

વરૂણને ભાજપમાં કોઇ ભવિષ્ય દેખાતું નથી તો ભાજપને પણ વરૂણમાં કોઇ હકારાત્મકતા દેખાતી નથી. એવા સંજોગોમાં વરૂણ ગાંધી પાસે બે વિકલ્પો બચ્યા છે. એક તો પોતે અપક્ષ ચૂંટણી લડે, પરંતુ ચૂંટણી જીતવી વરૂણ માટે સરળ ન બને. બીજું કે જો વરૂણ ગાંધી કોંગ્રેસમાં જોડાઇ જાય તો કોંગ્રેસ તેમને રાયબરેલી કે અમેઠી પરથી ચૂંટણી લડાવી શકે, કારણકે આ બંને બેઠકો ગાંધી પરિવારની મહત્ત્વની બેઠક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp