કંઈ વિધાનસભા બેઠકો ગેનીબેન ઠાકોરને બનાસકાંઠામાં ફાયદો કરાવી ગઇ?

PC: livemint.com

ગુજરાતમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા બેઠક જીતીને ભાજપની હેટ્રીક મારવાની મનસા પર પાણી ફેરવી દીધું હતું. કઇ વિધાનસભા બેઠકોને કારણે ગેનીબેન જીત્યા એ વિશે જાણકારી મેળવીશું.

બનાસકાંઠા લોકસભા બેઠકમાં કુલ 7 વિધાનસભા આવે છે. વાવ, થરાદ, દાંતા, પાલનપુર, દિયોદર, ડીસા અને ધાનેરા. વાવ બેઠક પરથી ગેનીબેન 2022 વિધાનસભામાં ધારાસભ્ય બન્યા હતા, પરંતુ પોતાની જ બેઠક પરથી તેમને ઓછા મત મળ્યા. થરાદ, ધાનેરા અને ડીસામાં ગેનીબેન કરતા ભાજપને વધારે મત મળ્યા. ગેનીબેન માટે દાંતા, પાલનપુર અને દિયોદર બેઠક ગેમ ચેન્જર સાબિત થઇ. દાંતીમાં 11018, પાલનપુરમાં 29150 અને દિયોદરમાં 20576 મત ગેનીબેનને વધારે મળ્યા.

ગેનીબેનની જીત પાછળ એક કારણ એ પણ છે કે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી બનાસકાંઠામાં સભા કરવા આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp