કોણ હશે ભાજપના અધ્યક્ષ? મોદી સરકાર 3.0માં જે.પી. નડ્ડા બન્યા કેન્દ્રીય મંત્રી

PC: firstpost.com

ભારતીય જનતા પાર્ટી (BJP)ના અધ્યક્ષ જે.પી. નડ્ડા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવા કેબિનેટમાં સામેલ થઈ રહ્યા છે. તેઓ કેન્દ્રીય મંત્રીના રૂપમાં શપથ ગ્રહણ કર્યું. કેબિનેટમાં સામેલ થયા બાદ નિશ્ચિત જ તેમણે પાર્ટી અધ્યક્ષનું પદ છોડવું પડશે, પરંતુ સવાલ ઉઠે છે કે જે.પી. નડ્ડા બાદ ભાજપની કમાન કોણ સંભાળશે. જે.પી. નડ્ડા વર્ષ 2020થી અત્યાર સુધી ભાજપના અધ્યક્ષ છે. તેઓ રાજ્યસભાના સભ્ય છે. જે.પી. નડ્ડા સ્વાસ્થ્ય મંત્રી પણ રહી ચૂક્યા છે. વર્ષ 2010 થી વર્ષ 2013 સુધી નીતિન ગડકરી ભાજપના અધ્યક્ષ રહ્યા.

જે.પી. નડ્ડા કેબિનેટમાં જવાથી ભાજપ માટે નવા અધ્યક્ષના નામને લઈને હલચલ તેજ થઈ ગઈ છે. શનિવાર સુધી કેટલાક નામ સામે આવી રહ્યા હતા, તેમાં ભૂપેન્દ્ર યાદવ, શિવરાજ સિંહ ચૌહાણ, મનોહરલાલ અને ધર્મેન્દ્ર પ્રધાન પ્રમુખ હતા, પરંતુ ભૂપેન્દ્ર યાદવ, શિવરાજ સિંહ ચૌહાણ, મનોહરલાલ ખટ્ટર અને ધર્મેન્દ્ર પ્રધાને પણ મોદી કેબિનેટમાં શપથ લઈ લીધા. એટલે આ બધા લોકો પણ રેસથી બહાર થઈ ગયા છે.

અત્યાર સુધી કોણ કોણ રહ્યા ભાજપના અધ્યક્ષ

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પણ ભારતીય જનતા પાર્ટી (BJP)ના અધ્યક્ષ રહી ચૂક્યા છે. અટલ બિહારી વાજપેયી વર્ષ 1980 થી વર્ષ 1986 દરમિયાન પાર્ટીના અધ્યક્ષ બન્યા હતા. ત્યારબાદ આ જવાબદારી વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને સંભાળી. લાલકૃષ્ણ અડવાણી વર્ષ 1991 સુધી પાર્ટીના અધ્યક્ષ રહ્યા. વર્ષ 1991 થી વર્ષ 1993 સુધી મુરલી મનોહર જોશી આ પદ પર રહ્યા. જોશી બાદ ફરી એક વખત અડવાણી ભાજપના અધ્યક્ષ બન્યા. વર્ષ 1998 થી વર્ષ 2000 દરમિયાન કુશાભાઉ ઠાકરે, બંગારુ લક્ષ્મણ (2000-2001).

 જના કૃષ્ણમૂર્તિ, વેંકૈયા નાયડુ, લાલકૃષ્ણ અડવાણી (2004 થી વર્ષ 2005), રાજનાથ સિંહ (2005), નીતિન ગડકરી (વર્ષ 2009-13), રાજનાથ સિંહ (2013-2014), અમિત શાહ (વર્ષ 2014-2020) અને જે.પી. નડ્ડા (2020 થી અત્યાર સુધી) રહ્યા છે. પરંતુ જે.પી. નડ્ડા મોદી કેબિનેટમાં સામેલ થવાથી હવે નવા નામોની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી આવી શકે છે કેમ કે આ રાજ્યે લોકસભાની ચૂંટણીમાં ભાજપને જોરદાર ઝટકો આપ્યો છે. સાથે જ એમ કહેવામાં આવ્યું કે, ઉત્તર પ્રદેશમાં સંગઠનની સ્થિતિ નબળી થઈ છે. જો કે, મહારાષ્ટ્રથી પણ એક નેતાનું નામ ચાલી રહ્યું છે, જે આ સમયે સંગઠનમાં મહત્ત્વની જવાબદારી સંભાળી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp