અશોક ગેહલોતના પુત્રની પત્નીને રસ્તા પર શાકભાજી કેમ વેચવાનો વારો કેમ આવ્યો?

PC: indiatv.in

રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અશોક ગેહલોતના પુત્રવધુ જાલોરના રસ્તા પર શાકભાજી વેચતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકો ચોંકી ગયા છે. જો કે વાત એમ છે કે અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોત લોકસભા 2024ની ચૂંટણી લડી રહ્યા છે અને કોંગ્રેસે તેમને જાલોર બેઠક પરથી ટિકિટ આપેલી છે. વૈભવ ગેહલોતના પત્ની હિમાંશી પતિના પ્રચાર માટે શાકભાજી વેચીને અનોખી રીતે પ્રચાર કરી રહ્યા છે.

વૈભવ ગેહલોતની દીકરી કાશ્વાની પણ પિતા માટે ઘરે ઘરે પ્રચાર માટે જઇ રહ્યા છે. પત્ની અને દીકરી બંને વૈભવના પ્રચાર માટે જોડાયા છે. હિમાંશી ગેહલોત સિડનીમાં ભણેલા છે. હિમાંશી અને કાશ્વાની બંનેને પેંઇન્ટિંગ્સનો જબરદસ્ત શોખ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp