લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ, BJDના નેતાઓની ભાજપમાં જવા હોડ કેમ મચી છે?

PC: telegraphindia.com

દેશમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત પહેલા કોંગ્રેસની સાથે સાથે વિપક્ષી પાર્ટીઓ માટે પણ બધુ બરાબર નથી ચાલી રહ્યું. હિમાચલ પ્રદેશમાં પાર્ટીમાં બળવો થંભી ગયો હોવા છતાં ઘણા રાજ્યોમાં પાર્ટીનો માથાનો દુખાવો હજુ પણ ઓછો થઈ રહ્યો નથી. ગુજરાત, ઓડિશાથી લઈને અરુણાચલ પ્રદેશ સુધીના પાર્ટી નેતાઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. લોકસભાની ચૂંટણી પહેલા પસંદગી ન મળવાને કારણે પાર્ટીમાં ઉપેક્ષાનો સામનો કરી રહેલા નેતાઓ હવે પાર્ટીથી દૂર થવા લાગ્યા છે.

તો બીજી તરફ, ઘણા નેતાઓ હિંદુત્વ, ખાસ કરીને રામ મંદિર પર પાર્ટીના વલણથી પણ નારાજ છે. પક્ષમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા નેતાઓ ભાજપ સહિત અન્ય પક્ષોમાં સારું ભવિષ્ય જોઈ રહ્યા છે. સાથે જ પ્રાદેશિક પક્ષોના નેતાઓમાં પણ અસંતોષ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ભાજપમાં જોડાનાર નેતાઓ પણ પોતાના પક્ષમાં આંતરિક લોકશાહીના અભાવની વાત કરી રહ્યા છે.

ગુજરાતમાં કોંગ્રેસના પોરબંદરથી ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયા અને રાજૂલાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બંને નેતાઓ મંગળવારે ભાજપમાં જોડાઇ ગયા હતા. મોઢવાડિયા અને અંબરીશ ડેર કોંગ્રેસ નેતાઓએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્મમાં જવાના ઇન્કારને કારણે નારાજ હતા. નવસારીના જિલ્લા પ્રમુખ ધર્મેશ પટેલ પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થઇ ગયા છે.

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા 7 માર્ચે ગુજરાતમાં પ્રવેશ કરે તે પહેલાં રાજીનામાની જાણે લાઇન લાગી ગઇ છે.

અરૂણાચલ પ્રદેશની વાત કરીએ તો,અરુણાચલ પ્રદેશના છ વખતના ધારાસભ્ય અને CLP નેતા લોમ્બો તાયેંગ સોમવારે અપક્ષ ધારાસભ્ય ચકત અબોહ સાથે ભાજપમાં જોડાયા હતા. વિધાનસભા ચૂંટણી પહેલા તાયેંગની વિદાય સાથે, 60 સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ 2019 માં ચારથી ઘટીને ભૂતપૂર્વ CM નબામ તુકી એકમાત્ર ધારાસભ્ય બચ્યા છે.

આ પહેલાં કોંગ્રેસના અન્ય બે ધારાસભ્યો નિનોંગ એરિંગ અને વાંગલિન લોઆંગડોંગ પણ ભાજપમાં જોડાયા હતા. NPPના બે ધારાસભ્યો મુત્ચુ મીઠી અને ગોકર બસર પણ ભગવા પાર્ટીમાં જોડાયા હતા.

ઓડિશામાં BJDના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પ્રેમાનંદ નાયક સોમવારે ભાજપમાં જોડાયા હતા. નાયક એક મહિના કરતાં ઓછા સમયમાં ભાજપમાં જોડાનારા ચોથા વર્તમાન ધારાસભ્ય છે. આદિવાસી નેતા અને બે વખતના ધારાસભ્ય નાયક 2019 થી 2022 સુધી મુખ્યમંત્રી નવીન પટનાયકની કાઉન્સિલમાં કૌશલ્ય વિકાસ અને ટેકનિકલ શિક્ષણના રાજ્ય મંત્રી હતા.

લોકસભા ચૂંટણી પહેલા આ ભાગદોડના સંકેતો શું છે? સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે જે પણ પક્ષ સત્તામાં હોય, તે પક્ષમાં જોડાવા માટે વધુ નેતાઓ સ્પર્ધા કરે છે. હાલમાં કોંગ્રેસથી લઈને વિરોધ પક્ષોમાં ભાજપમાં જોડાવાની હરીફાઈ ચાલી રહી છે, તો શું માની શકાય કે આ વખતે ચૂંટણી ભાજપ જીતશે?

જો કે, જો આપણે વિધાનસભાની ચૂંટણીના વલણ પર નજર કરીએ, તો તે આની સંપૂર્ણ પુષ્ટિ કરતું નથી. જેમ કે વિધાનસભા ચૂંટણી પહેલા મધ્યપ્રદેશમાં ઘણા નેતાઓ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા હતા પરંતુ ત્યાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો. તેનાથી ઉલટું કર્ણાટકમાં પણ ચૂંટણી પહેલા ઘણા નેતાઓ પાર્ટી છોડી રહ્યા હતા, જ્યાં કોંગ્રેસની જીત થઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp