UPમાં BJPને ઓછી બેઠકો કેમ મળી? યોગીના મંત્રીએ જ ખોલી દીધું રાજ

PC: up.punjabkesari.in

ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણીના આશ્ચર્યજનક પરિણામો આવ્યા છે. અહીં BJP અને સમાજવાદી પાર્ટી (SP) વચ્ચે ચૂંટણીની રેસમાં SP આગળ નીકળી આવી છે. સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન (INDIA)ને 43 બેઠકો મળી છે. જ્યારે BJP માત્ર 33 બેઠકો પર જ સીમિત રહી હતી. આ દરમિયાન ઉત્તર પ્રદેશના નાણામંત્રી સુરેશ ખન્નાનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, ઉત્તર પ્રદેશમાં BJPને ઓછી સીટો કેમ મળી છે. તેમણે કહ્યું કે વધુ પડતા આત્મવિશ્વાસના કારણે ઉત્તર પ્રદેશમાં BJPની બેઠકો ઘટી છે.

સૌથી વધુ લોકસભા બેઠકો ધરાવતા રાજ્ય ઉત્તર પ્રદેશમાં આ લોકસભા ચૂંટણીમાં BJPને ઓછી બેઠકો મળી છે. જેને લઈને BJP પર અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે. ચૂંટણી પહેલા, ઉત્તર પ્રદેશમાં 400ને પાર કરવાના અને મહત્તમ બેઠકો જીતવાના BJPના દાવાઓ પણ ખોરવાઈ ગયા. ઉત્તર પ્રદેશમાં BJPને આટલી ઓછી સીટો કેમ મળી તે અંગે મોટો સવાલ ઉઠી રહ્યો છે. અહીં BJPની ક્યાં ભૂલ થઈ..? ઉત્તર પ્રદેશના નાણામંત્રી સુરેશ ખન્નાએ આ અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે વધુ પડતા આત્મવિશ્વાસના કારણે BJPને ઉત્તર પ્રદેશમાં ઓછી બેઠકો મળી છે.

ઉત્તર પ્રદેશમાં સંપૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવવાની ભારતીય જનતા પાર્ટી (BJP)ની આશાને મોટો ફટકો પડ્યો છે. અહીં BJPની આગેવાની હેઠળની NDA 2019ની ચૂંટણીની સરખામણીમાં 29 બેઠકો ગુમાવી છે. BJPએ પોતાના દમ પર 2019માં 80માંથી 62 બેઠકો જીતી હતી, જ્યારે તેના સહયોગી અપના દળ Sને 2 બેઠકો મળી હતી, પરંતુ વર્તમાન ચૂંટણીમાં NDA 33 બેઠકો જીતવામાં સફળ રહી છે. જ્યારે INDIA ગઠબંધન સમાજવાદી પાર્ટી (SP)એ 37 અને કોંગ્રેસે 6 બેઠકો પર જીત મેળવી છે.

ઉત્તર પ્રદેશમાં મતદાનની ટકાવારી 41.37 ટકા હતી. જેમાં સમાજવાદી પાર્ટીને 33.5 ટકા વોટ મળ્યા હતા. કોંગ્રેસની વોટ ટકાવારી પણ 9 ટકાથી વધુ છે. PM નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશની સૌથી હાઈપ્રોફાઈલ સીટ વારાણસીથી 1.50 લાખથી વધુ મતોથી જીત્યા છે. BJPના ઉમેદવાર ડો. મહેશ શર્માએ ગૌતમ બુદ્ધ નગરથી જંગી જીત નોંધાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp