શું બોલિવુડ એક્ટ્રેસ નેહા શર્મા ભાગલપુરથી લડશે ચૂંટણી? પિતાએ આપ્યો આ જવાબ

PC: newschuski.com

બિહારમાં અત્યાર સુધી RJD અને કોંગ્રેસ વચ્ચે સીટ ફાળવણી થઈ નથી, પરંતુ ચર્ચા છે કે બોલિવુડ એક્ટ્રેસ નેહા શર્મા ભાગલપુર સીટથી લોકસભાની ચૂંટણી લડવા માટે ઉતરી શકે છે. નેહા શર્મા બિહારમાં કોંગ્રેસના કદાવર નેતા અને ધારાસભ્ય અજીત શર્માની પુત્રી છે. અજીત શર્માએ પણ દીકરીને ચૂંટણી મેદનમાં ઉતરવાના સંકેત આપ્યા હતા, ત્યારબાદ અટકળોનો બજાર ગરમ થઈ ગયો હતો. અજીત શર્માએ પોતાની દીકરીને કોંગ્રેસમાંથી ટિકિટ આપવાની વકીલાત પણ કરી હતી.

તેમણે કહ્યું હતું કે, જો કોંગ્રેસ પાર્ટીને ભાગલપુર સીટ ગઠબંધનમાં મળે છે તો હું ઇચ્છીશ કે, નેહા શર્મા ચૂંટણી લડે. કેમ કે હું પહેલાથી જ ધારાસભ્ય છું, પરંતુ જો પાર્ટી ઈચ્છે છે કે હું લડું તો એમ કરીશ. જો કે, એક્ટ્રેસ નેહા શર્માના પિતા અજીત શર્માએ તેના પર બધુ સ્પષ્ટ પણ કરી દીધું છે. તેમણે કહ્યું કે, મેં પોતાની દીકરીને ચૂંટણી લડવાને લઈને વાત કરી હતી, પરંતુ આગામી 6 મહિનામાં મુંબઇમાં તેના ઘણા ઇવેન્ટ અને કોન્ટ્રાક્ટ છે એટલે તેના માટે એમ કરી શકવું મુશ્કેલ હશે.

અજીત શર્માએ કહ્યું કે, 'મારી દીકરી નેહાએ મને કહ્યું કે, પપ્પા હું અત્યારે ખૂબ વ્યસ્ત છું, જો તમે 6 મહિના અગાઉ કહી દેતા, તો હું નિશ્ચિત રૂપે ચૂંટણી લડતી, પરંતુ આ વખત એ સંભવ નથી. હું આગામી વખત જરૂર ચૂંટણી લડીશ. ઉલ્લેખનીય છે કે, નેહા શર્માએ ઈમરાન હાશમી સાથે 'ક્રૂક' ફિલ્મથી બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું અને ત્યારથી અત્યાર સુધી તે 'તાન્હાજી: ધ અનસંગ વૉરિયર', 'યમલા પગલાં દીવાના 2'. 'તુમ બિન 2' અને 'મુબારકાં' જેવી ફિલ્મોમાં નજરે પડી ચૂકી છે.

એ સિવાય તે ઘણા ચર્ચિત આલ્બમમાં પણ નજરે પડી ચૂકી છે. નેહા શર્મા સોશિયલ મીડિયા પર પણ ખૂબ લોકપ્રિય છે અને ઇન્સ્ટાગ્રામ પર તેના 21 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. નેહા શર્મા પોતાની હાજર જવાબી માટે પણ જાણીતી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp