શું કોંગ્રેસ નવસારી બેઠક પર સી આર પાટીલ સામે આ મહિલાને ઉતારશે?

નવસારી બેઠક પરથી ભાજપે ચોથી વખત સી આર પાટીલને ઉમેદવાર તરીકે પહેલી યાદીમાં જ જાહેર કરી દીધા હતા, પરંતુ કોંગ્રેસે હજુ સુધી નવસારી બેઠક પરથી પોતાના ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી. હવે એવી ચર્ચાએ જોર પક્ડયું છે કે કોંગ્રેસ દિવગંત નેતા અહેમદ પટેલના દીકરી મુમતાઝ પટેલને નવસારી બેઠક પરથી ટિકિટ આપી શકે છે.

સી. આર પાટીલ અત્યારે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ છે અને તેઓ 3 વખત નવસારી લોકસભાની બેઠકો ભારે લીડથી જતતા આવ્યા છે. વર્ષ 2019માં તો તેમણે આખા દેશમાં સૌથી વધારે મતથી જીતવાનો રેકોર્ડ બનાવ્યો હતો. રાજકારણના જાણકારોનું કહેવું છે કે, એમની સામે મુમતાઝ પટેલ તો હજુ સુધી એકેટ ચૂંટણી લડ્યા નથી. બીજું કે તેઓ પોતે નવસારીના પણ નથી અને સ્થાનિક રાજકારણથી માહિતગાર પણ નથી.

મુમતાઝને પહેલાં ભરૂચથી લોકસભા લડવાની ઇચ્છા હતી, પરંતુ આ બેઠક આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનમાં ચૈતર વસાવાને આપી દેવામાં આવી એટલે મુમતાઝની ઇચ્છા અધૂરી રહી ગઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp