પશ્ચિમ બંગાળમાં સૌથી વધારો બેઠકો મેળવવાનો PM મોદીનો દાવો સાચો પડશે?

PC: moneycontrol.com

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ANIને આપેલા એક ઇન્ટરવ્યૂમાં દાવો કર્યો હતો કે, ભાજપ આ વખતે પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે બેઠકો મેળવશે. તો સામે મમતા બેનર્જિએ કહ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં ભાજપની દાળ ગળવાની નથી.

જો કે રાજકારણના જાણકરોનું કહેવું છે કે, ભાજપે છેલ્લાં 15 વર્ષમાં પશ્ચિમ બંગાળમાં ફોકસ વધારેલું છે. જે ભાજપને વર્ષ 2009માં માત્ર 1 લોકસભા બેઠક મળેલી, 2014માં 2 એ પછી 2019માં પશ્ચિમ બંગાળની 42 લોકસભામાથી 18 બેઠકો જીતેલી. જો આ વખતે ભાજપ 30 બેઠકો જીતી જાય તો બીજા રાજ્યોમાં જે નુકશાન થશે તે સરભર થઇ જશે.

મમતા બેનર્જીને આ વખતે સંદેશખલી,ઇન્ડિયા ગંઠબંધન સાથે અંતર અને મુસ્લિમ તૃષ્ટિકરણ જેવા મુદ્દાઓ નડી શકે છે. જો કે તેની સામે મમતાને મહિલા મતદારોનો ફાયદો મળી શકે તેમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp