શું ત્રીજી વખત મોદી સરકાર બનશે? પાકિસ્તાનના નિષ્ણાતો શું કહી રહ્યા છે?

ભારતમાં 18મી લોકસભા માટે ચૂંટણી થઇ રહી છે અને અત્યાર સુધીમાં 6 તબક્કાનું મતદાન પુરુ થઇ ચૂક્યું છે. ભારતમાં રાજકીય પંડિતો તો કોની સરકાર બનશે તેની ચર્ચા કરી જ રહ્યા છે, પરંતુ પાકિસ્તાનના પોલિટિકલ એનાલિસ્ટ પણ ભારતની ચૂંટણી પર નજર રાખી રહ્યા છે.

પાકિસ્તાનના પોલિટિકલ એક્સપર્ટ ઉઝેર યુનુસે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું છે કે, ભારતીય જનતા પાર્ટી એકલા હાથે 300થી વધારે બેઠકો પર જીત મેળવશે અને ત્રીજી વખત ભારતમાં NDAની સરકાર બનશે.

યુનુસે કહ્યું કે, ભારતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્સીસ આખો વિપક્ષ લડી રહ્યો છે અને વિપક્ષમાં મુખ્ય ચહેરો રાહુલ ગાંધી છે. ભારતમાં મુસ્લિમ સમાજ પણ મોદીને સમર્થન આપી રહ્યો છે.

ભારતના રાજકીય પંડિતોનું કહેવું છે કે આ વખતની લોકસભાની ચૂંટણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્સીસ પ્રાદેશિક પક્ષોની રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp