શું રોબર્ટ વાડ્રા અમેઠીથી ચૂંટણી લડશે? કહ્યું-દેશ ઈચ્છે છે કે હું...

PC: khabarchhe.com

લોકસભા ચૂંટણીમાં બે તબક્કાનું મતદાન થયું છે. પરંતુ હજુ સુધી કોંગ્રેસે અમેઠી અને રાયબરેલી માટે પોતાનો ઉમેદવાર નક્કી કર્યો નથી. જો કે એવું માનવામાં આવે છે કે, અમેઠી અને રાયબરેલીથી માત્ર રાહુલ અને પ્રિયંકા ગાંધી જ ચૂંટણી લડશે. દરમિયાન રોબર્ટ વાડ્રાના નિવેદનથી રાજકીય વર્તુળોમાં હલચલ મચી ગઈ છે.

વાસ્તવમાં, ઉત્તરાખંડના ઋષિકેશમાં મીડિયા સૂત્રોએ રોબર્ટ વાડ્રાને પૂછ્યું કે, શું તેઓ અમેઠીથી ચૂંટણી લડવાના છે? આ સવાલ પર વાડ્રાએ કહ્યું કે, આખા દેશમાંથી અવાજ આવી રહ્યો છે કે મારે સક્રિય રાજકારણમાં જોડાવું જોઈએ. હું હંમેશા લોકોની વચ્ચે રહું છું. અમેઠીના વર્તમાન સાંસદ સ્મૃતિ ઈરાનીએ તેમના વચનો પૂરા કર્યા નથી. ત્યાંના લોકો ઈચ્છે છે કે હું તેમની વચ્ચે રહું.'

સ્મૃતિ ઈરાની પર પ્રહાર કરતા રોબર્ટ વાડ્રાએ કહ્યું કે, 'તેમણે (સ્મૃતિ) કોઈ પણ પુરાવા વગર મારા પર આરોપ લગાવ્યા. મેં તેમને સોશિયલ મીડિયા પર પડકાર ફેંક્યો. સ્મૃતિએ સંસદમાં મારા નામનો ઉપયોગ કર્યો હતો જે પાયાવિહોણો હતો. તેમણે કરેલા આક્ષેપોને તે સાબિત કરી શકી નથી. મેં તેમને કહ્યું કે, જો કંઈ ખોટું હોય તો સાબિત કરો, અથવા તો આવા પાયાવિહોણા આરોપો ન લગાવો. પ્રથમ તબક્કાનું મતદાન કોંગ્રેસની તરફેણમાં રહ્યું છે. જનતા ગાંધી પરિવારની સાથે છે. રાહુલ અને પ્રિયંકાની મહેનત દરેક લોકો જોઈ રહ્યા છે.

અહીં તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ સ્મૃતિએ રોબર્ટ વાડ્રા પર નિશાન સાધ્યું હતું. ચૂંટણી રેલી દરમિયાન સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે, કોંગ્રેસના કાર્યકર્તાઓ હવે અમેઠીથી બનેવીની માંગ કરી રહ્યા છે. પરંતુ હું કહેવા માંગુ છું કે, 'બનેવી હોય કે સાળો હોય, અમેઠીમાં દરેક જણ PM મોદીના દિવાના છે.' સ્મૃતિએ વધુમાં કહ્યું હતું કે બનેવી (રોબર્ટ વાડ્રા) ની નજરો કાગળો પર રહેતી હોય છે. જો બનેવી આવે તો તમારા ઘરના કાગળો સંતાડી દેજો.

સ્મૃતિએ આગળ કહ્યું કે રાહુલ હોય કે બનેવી, અમેઠી વિશે કોઈને કંઈ ખબર નથી. તેમને તો અમેઠીના ગામોના નામ પણ યાદ નહીં હોય. રાહુલ ગાંધીએ પોતાનો પરિવાર બદલી નાખ્યો. હવે તેમણે વાયનાડને પોતાનો પરિવાર કહેવાનું શરૂ કર્યું છે. કેન્દ્રીય મંત્રી અને અમેઠીના BJP ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી અને રોબર્ટ વાડ્રા પર કટાક્ષ કરતા દાવો કર્યો હતો કે, રાહુલ ગાંધીએ 15 વર્ષ સાંસદ રહીને જે કામ કર્યું છે, તેના કરતા વધુ કામ માત્ર 5 વર્ષમાં તેમણે કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp