મહારાષ્ટ્રની આ લોકસભા બેઠક પરથી નણંદ- ભાભી વચ્ચે જંગ

PC: twitter.com/supriya_sule

મહારાષ્ટ્રની બારામતી લોકસભા બેઠક પર આ વખતની ચૂંટણી વધારે રોમાંચક બનવાની છે, કારણકે આ બેઠક પરથી નણંદ અને ભાભી સામ સામે ચૂંટણી લડી રહ્યા છે.શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે અને અજિત પવારની પત્ની સુનેત્રા પવાર સામ સામે ચૂંટણી લડી રહ્યા છે.

અજિત પવાર અને સુપ્રિયા સુલે પિતરાઇ ભાઇ બહેન છે એટલે સુપ્રિયા નણંદ થયા અને સુનેત્રા પવાર ભાભી થયા.

બારામતીની સીટ આમતો 57 વર્ષથી શરદ પવાર પરિવારના કબ્જામાં છે. 1967થી માંડીને 1990 સુધી શરદ પવાર આ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી જીતતા આવ્યા હતા. એ પછી 1991 2004 સુધી તેઓ બારામતી બેઠક પરથી સાંસદ પણ બન્યા હતા. 2009માં તેમણે આ બેઠક સુપ્રિયા સુલેને આપી દીધી હતી. સુપ્રિયા 2009, 2014 અને 2019ની લોકસભા બેઠક જીત્યા હતા.

સુનેત્રા પવાર પહેલીવાર ચૂંટણી લડી રહ્યા છે. તેઓ સમાજ સેવા સાથે વર્ષોથી જોડાયેલા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp