આ કેવા મહારાજા? નથી પોતાનું ઘર, જમીન કે ગાડી, BJPની ટિકિટ પર લડી રહ્યા છે ચૂંટણી

PC: thehindu.com

2024ની લોકસભાની ચૂંટણીમાં ઘણા પૂર્વ રાજ પરિવારો સાથે જોડાયેલા લોકો પણ નસીબ અજમાવી રહ્યા છે. એ જ હસ્તીઓમાંથી એક છે મૈસુરના પૂર્વ રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવનારા યદુવીર કૃષ્ણદત્ત ચામરાજા વાડિયાર. જેઓ મૈસૂર કોડગુ લોકસભા સીટથી ભારતીય જનતા પાર્ટી (BJP)ની ટિકિટ પર ચૂંટણી મેદાનમાં છે. યદુવીર કૃષ્ણદત્ત ચામરાજા વાડિયારે મૈસૂર કોડગુ લોકસભા સીટથી ભાજપના ઉમેદવાર તરીકે નામાંકન પણ દાખલ કરી દીધું છે. યદુવીર કૃષ્ણદત્ત ચામરાજા વાડિયારના ચૂંટણી એફિડેવિટ મુજબ, તેમની પાસે પોતાનું કોઈ ઘર, જમીન કે કાર નથી.

ન્યૂઝ એજન્સી PTIના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, યદુવીર કૃષ્ણદત્ત ચામરાજા વાડિયારે સોમવારે ચૂંટણી એફિડેવિટમાં પોતાની સંપત્તિ અને દેવા બાબતે જાણકારી આપી. યદુવીર કૃષ્ણદત્ત ચમરાજા વાડિયારરના નામાંકન પત્ર મુજબ, તેમની પાસે 5 કરોડ રૂપિયાની સંપત્તિઓ છે, જ્યારે તેમની પત્ની ત્રિષિકા કુમારી અને તેમના એક ડિપેન્ડેન્ટ પાસે ક્રમશઃ 1.04 કરોડ રૂપિયા અને 3.64 કરોડ રૂપિયાની સંપત્તિ છે. યદુવીર કૃષ્ણદત્ત ચામરાજ વાડિયારની ઉંમર અત્યારે માત્ર 32 વર્ષ છે.

મૈસોર લોકસભા સીટ પર તેમનો સામનો કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર એમ. લક્ષ્મણ સાથે થશે. તેઓ કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે. મૈસૂર લોકસભા સીટ પર સામાન્ય રૂપે મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ હોય છે. આ સીટ પર પહેલી વખત કમળ વર્ષ 1998માં ખીલ્યો હતો. ત્યારબાદ વર્ષ 1999માં કોંગ્રેસ જીતવામાં સફળ રહી. જ્યારે વર્ષ 2004માં આ સીટ પર ભાજપ જીત હાંસલ કરવામાં સફળ રહી. વર્ષ 2009માં અહી બાજી કોંગ્રેસના ઉમેદવારે મારી. છેલ્લી 2 લોકસભાની ચૂંટણીમાં અહી ભાજપના નેતા પ્રતાપ સિંહાએ જીત હાંસલ કરી.

વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપના પ્રતાપ સિંહાને 5,03,908 વોટ મળ્યા હતા. તેમની સામે ચૂંટણી લડનાર કોંગ્રેસી ઉમેદવારે 4,72,300 વોટ હાંસલ કર્યા. JDS ઉમેદવારને 1,38,587 વોટ મળ્યા હતા. વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં પ્રતાપ સિંહાએ પોતાની જીતનું અંતર વધાર્યું. પ્રતાપ સિંહાને 6,88,974 વોટ મળ્યા, જ્યારે તેમની સામે ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવાર વિજેશંકરને 5,50,327 વોટ મળ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp