આ પાર્ટીના લોકસભા ઉમેદવારની સંપત્તિ છે 5000 કરોડ, વ્યવસાયે ડૉક્ટર છે

PC: indiatoday.in

લોકસભા 2024ની ચૂંટણી શરૂ થઇ ગઇ છે અને ઉમેદવારોએ પોતાનું ફોર્મ ભરતી વખતે પોતાની સંપત્તિ અને કેટલીક વિગતો જાહેર કરવા માટે એફિડેવીટ કરવી પડે છે. આંધ્રપ્રદેશના એક ઉમેદવારે જે સંપત્તિ જાહેર કરી છે તે જાણીને ચોંકી જશો.

આંધ્ર પ્રદેશની ગુંટુર લોકસભા બેઠક પરથી તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના ઉમેદવાર પેમ્માસાની ચંદ્રશેખરે એફિડેવીટ કરી છે તેમાં 5785.28 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. તેઓ વ્યવસાયે ડોકટર છે.

પેમ્માસાની ચંદ્રશેખરે પોતાની સંપત્તિ 2316 કરોડ રૂપિયા અને પત્ની કોનેરુ શ્રીરત્નની સંપત્તિ 2289 કરોડ રૂપિયા હોવાનું જણાવ્યું છે.

વર્ષ 2022-23માં ચંદ્રશેખરની કુલ આવક 3 લાખ 68 હજાર 840 રૂપિયા હતી જ્યારે પત્ની કોનેરુની આવક 1 લાખ 47 હજાર 680 રૂપિયા હતી. દંપત્તિ પાસે દુનિયાની 101 કંપનીઓમાં જોઇન્ટ શેર પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp