એકનાથ શિંદેઃ જેનાથી મહાયુતિ બની મહારાષ્ટ્રમાં મોટી તાકાત!
મહારાષ્ટ્રમાં ચૂંટણી પંચની વેબસાઈટ અનુસાર આ સમાચાર લખાય છે ત્યાં સુધી મહાયુતિ ગઠબંધન 149 સીટો પર આગળ છે. મતલબ, અત્યાર સુધીના વલણો અનુસાર, મહારાષ્ટ્રમાં મહાયુતિને સરકાર બનાવવાની તક મળતી હોય તેવું લાગે છે. સ્વાભાવિક રીતે, હવે મહાયુતિની વ્યૂહરચના પર ચર્ચા થશે અને એવા કયા કારણો છે, જેના કારણે આ ગઠબંધન ફરી એકવાર સત્તામાં આવે તેવું લાગે છે, જ્યારે BJP પર શિવસેના અને NCPને તોડવાનો આરોપ પણ લાગ્યો હતો. મરાઠા આંદોલને પણ મહાયુતિનું કામ બગાડ્યું. પરંતુ આ બધી મુશ્કેલીઓનો સામનો કરવામાં આ ગઠબંધન કેવી રીતે સફળ રહ્યું? ચાલો જોઈએ.
વર્તમાન CM એકનાથ શિંદેને ભાવિ CM તરીકે આગળ કરીને ભારતીય જનતા પાર્ટીએ એવું ચક્કર ચલાવ્યું કે, MVA ચારેય તરફથી પછડાટ ખાતું જણાઈ આવે છે. આનું કારણ એ હતું કે, શિંદે મરાઠા વિસ્તારના છે અને મરાઠા ગૌરવને હાથ પર રાખવાની BJPની વ્યૂહરચના કામ કરી ગઈ છે. BJP પણ સમયાંતરે એવો સંદેશો આપતી રહી કે, CM એકનાથ શિંદે ફરીથી CM બની શકે છે. MVA જરાંગેર પાટીલના મરાઠા આંદોલનથી ખૂબ ખુશ હતી, પરંતુ BJPની આ વ્યૂહરચનાથી તેને ફાયદો થઈ શક્યો નહીં. બીજી બાજુ શિવસેના (UBT)ને નબળી પાડવામાં પણ CM શિંદેએ મોટી ભૂમિકા ભજવી હતી. સામાન્ય મુંબઈકરે CM શિંદેને મરાઠા આદરનું પ્રતિક માને છે. તેમના માટે ઠાકરે પરિવાર બહારનો થઇ ગયો.
'લાડલી બહેન' યોજના લાગુ કરવાની વ્યૂહરચના કામ કરી ગઈ. સામાન્ય લોકોને લાગે છે કે, CM એકનાથ શિંદેના કારણે તેમના ખાતામાં દર મહિને પૈસા આવવા લાગ્યા છે. જો તેઓ ફરીથી CM બનશે તો તેનાથી પણ વધુ પૈસા આવશે. MVAના ઘણા મુખ્ય મતદારોના ઘરની મહિલાઓએ મહાયુતિને મત આપ્યો, કારણ કે તેમના ખાતામાં પૈસા પહોંચવા લાગ્યા. એ જ રીતે, ચૂંટણીની જાહેરાતના થોડા દિવસો પહેલા ઘણા ટોલ પ્લાઝા પરથી ટોલ દૂર કરવાનું પણ અસરકારક સાબિત થયું.
ગઠબંધનને 'બટેગે તો કટેગે' અને 'એક હૈં તો સાથ હૈ' કહીને હિંદુ મતોના ધ્રુવીકરણનો આશરો લીધો છે, તો બીજી તરફ NCPના મુસ્લિમ ઉમેદવારને સમર્થન કરીને એ પણ દર્શાવ્યું છે કે, તે મુસ્લિમોની વિરુદ્ધ નથી. ચૂંટણી પહેલા CM એકનાથ શિંદે સરકારે મદરેસા શિક્ષકોના પગારમાં વધારો કરીને ગઠબંધનને આ સંદેશ આપ્યો હતો. આ રીતે NCP અને શિંદે શિવસેનાને પણ વિપુલ પ્રમાણમાં મુસ્લિમ મતો મળતા જણાય છે.
ભારતીય જનતા પાર્ટીએ શરૂઆતથી જ પોતાની રણનીતિમાં સ્થાનિક રાજકારણને મહત્વ આપ્યું હતું. હરિયાણામાં PM નરેન્દ્ર મોદી પાસેથી બહુ વધારે પ્રચાર પ્રસાર કરાવવામાં આવ્યો ન હતો અને અહીં પણ એ જ રણનીતિનું પુનરાવર્તન થયું હતું. પ્રચારમાં સ્થાનિક નેતાઓને આગળ કરવામાં આવ્યા હતા. આ વખતે મહારાષ્ટ્રમાં સૌથી વધુ રેલીઓ અને સભાઓનું આયોજન DyCM દેવેન્દ્ર ફડણવીસ પાસે કરાવ્યું હતું.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથેના સંબંધો સુધરવાનું પણ BJP માટે કામ કરી ગયું. સંઘના કાર્યકર્તાઓ દરેક ઘરે BJPનો સંદેશો લઈ જઈ રહ્યા હતા અને જનતાને લોકસભા ચૂંટણીના પરિણામોમાંથી શીખવા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં BJPની આગેવાની હેઠળના ગઠબંધનને મત આપવા અપીલ કરી રહ્યા હતા. પેમ્ફલેટમાં લોકોને લેન્ડ જેહાદ, લવ જેહાદ, ધર્મ પરિવર્તન, પથ્થરમારો અને રમખાણો વગેરે વિશે જણાવવામાં આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp