મહારાષ્ટ્રમાં સરકાર કોઈની પણ બને, પરંતુ સત્તા તો અદાણીના હાથમાં જ રહેશે
મહારાષ્ટ્રમાં 23 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થવાના છે. સરકાર કોઇની પણ બને, પરંતુ મહારાષ્ટ્રનો દોરી સંચાર તો ગૌતમ અદાણીના હાથમાં જ રહેશે.
મહારાષ્ટ્રમાં એશિયાની સૌથી મોટી ઝુપડપટ્ટી ધારાવીના રિ-ડેવલમેન્ટનો પ્રોજેક્ટ ગૌતમ અદાણી પાસે છે અને આ પ્રોજેક્ટ 20,000 કરોડ રૂપિયાનો છે. જો મહાયુતીની સરકાર બને તો ધારાવીના પ્રોજેક્ટ માટે ગૌતમ અદાણીને કોઇ મુશ્કેલી આવવાની નથી. પરંતુ જો મહા વિકાસ અઘાડીની સરકાર બને તો પણ અદાણીને મુશ્કેલી નહીં આવે, કારણ કે શરદ પવારના ગૌતમ અદાણી સાથે ઘનિષ્ઠ સંબંધ છે એટલે તેઓ ધારાવીનો પ્રોજેક્ટ રદ નહીં થવા દેશે. શરદ પવારે પોતાની આત્મકથામાં પણ ગૌતમ અદાણી વિશે ઘણું બધુ લખ્યું છે. ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસ ધારાવીનો વિરોધ કરે છે, પરંતુ તેઓ એકલા હાથે બહુમતી મેળવી તેવી કોઇ શક્યતા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp