64 વર્ષની રાજનીતિની 'છેલ્લી બાજી'માં શરદ પવારની હારના કારણો જાણો

PC: x.com/PawarSpeaks

શરદ પવારે 6 દાયકાઓથી વધુ મહારાષ્ટ્રથી લઈને કેન્દ્ર સુધીની રાજકીય ઇનિંગ સફળતા પૂર્વક પાર પાડી છે. પરંતુ, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી અંતર્ગત તેમની પાર્ટીને જનતાએ નકારી દીધી છે. અહિયાં સુધી કે તેમના ગઠબંધન મહાવિકાસ અઘાડીને પણ મોટી હારનો સામનો કરવો પડ્યો છે. તેના કયા કારણ રહ્યા કે શરદ પવારે આટલી અપમાનજનક હાર મેળવવી પડી, જો કે, હાલમાં જ તેમણે પોતાની રાજકીય ઇનિંગને વિરામ આપવાના સંકેત આપ્યા હતા.

હાલમાં જ મહારાષ્ટ્રમાં ચુનાવ પ્રચારના છેલ્લા તબક્કાના સમયે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના (શરદ પવાર જૂથ) પ્રમુખ શરદ પવારે કહ્યું હતું કે, મારી સાથે દુશ્મની લેવું ભાડી પડી શકે છે. જે લોકોએ મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે તેઓને સબક શીખવવું જરૂરી છે. આજે જ્યારે મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો સામે આવ્યા તો શરદ પવારની પાર્ટીએ ખૂબ જ કપડી હારનો સામનો કરવો પડ્યો છે. શરદ પવારની પાર્ટીને આશરે 12 સીટો પર જીત મળે તેવું લાગી રહ્યું છે. આ મોટી હાર બાદ એ સવાલ ઉઠવા લાગ્યો છે કે, શું 84 વર્ષના શરદ પવાર હવે રાજનીતિમાંથી સન્યાસ લેશે? શું આ તેઓની અંતિમ ચૂંટણી બનીને રહી જશે? રાજનીતિની અંતિમ બાજીમાં કઈ રીતે હારી ગયા ? તે સમજીએ. છેલ્લી બાજીમાં સરદ પવારે કઈ રીતે હાર મેળવી.

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના વોટિંગ પહેલા NCPના સંસ્થાપક શરદ પવારે રાજનીતિમાંથી સંન્યાસના સંકેત આપ્યા હતા. પવારે કહ્યું હતું કે, હવે તેઓ ચૂંટણી નહીં લડશે, જોકે પાર્ટી સંગઠનના કામ જોતા રહેશે. એટલે કે NCP ચિફના પદ પર કામ કરતા રહેશે. 84 વર્ષના શરદ પવારે બારામતીમાં મંગળવારે કહ્યું, 'કોઈક જગ્યાએ તો થોભવું જ પડશે. મારે હવે ચૂંટણી નથી લડવી. હવે નવા લોકોએ આગળ આવવું જોઈએ. મેં અત્યાર સુધી 14 વાર ચૂંટણી લડી છે. હવે મને સત્તા નથી જોઈતી. હું સમાજ માટે કામ કરવા માંગુ છું. વિચાર કરીશ કે રાજ્યસભા જવું કે નહીં.' હવે મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો પછી તેઓની પાર્ટીને આશરે 12 સીટો પર જ જીત મળતી દેખાઈ રહી છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે આ ચૂંટણી તેઓ માટે છેલ્લી હશે.

શરદ પવારનું પૂરું નામ શરદચંદ્ર ગોવિંદરાવ પવાર છે. તેઓ 4 વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેઓ પીવી નરસિમ્હા રાવના મંત્રીમંડળમાં રક્ષામંત્રીના રૂપમાં કેન્દ્રીય મંત્રી પરિષદમાં પણ રહ્યા છે. નરસિમ્હા રાવ અને મનમોહનસિંહના મંત્રીમંડળમાં તેઓ કૃષિ મંત્રી પણ રહી ચૂક્યા છે.

1960માં શરદ પવારે કોંગ્રેસ માંથી પોતાની રાજનીતિક કારકિર્દીની શરૂઆત કરી. 1960માં કોંગ્રેસી નેતા કેશવરાવ જેઘેનું મૃત્યુ થયું અને બારામતી લોકસભા સીટ ખાલી થઈ ગઈ. પેટા ચૂંટણીમાં પીજેન્ટ્સ એન્ડ વર્કસ પાર્ટી ઓફ ઇન્ડિયા એટલે કે PWPએ શરદના મોટાભાઈ વસંતરાવ પવારને ટિકિટ આપી, જો કે કોંગ્રેસે ગુલાબરાવ જેઘેને ઉમેદવાર બનાવ્યા. તે સમયે બાઈબી ચૌહાણ મહારાષ્ટ્રના CM હતા. તેઓએ બારામતી સીટને પોતાની સાખનો મુદ્દો બનાવી લીધો હતો. શરદ પવાર પહેલીવાર બારામતીથી ધારાસભ્ય બન્યા શરદ પવાર પોતાની પુસ્તક 'અપની શર્તો પર'માં લખે છે કે મારો ભાઈ કોંગ્રેસની સામે ઉમેદવાર હતો. દરેક લોકો વિચારી રહ્યા હતા કે હું શું કરીશ? ખૂબ જ મુશ્કેલ સ્થિતિ હતી. ભાઈ વસંતરાવ મારી મુશ્કેલી સમજી ગયા. તેઓએ મને બોલાવ્યો અને કહ્યું કે તું કોંગ્રેસની વિચારધારા માટે સમર્પિત છે. મારી સામે પ્રચાર કરવામાં સંકોચ નહીં કર. ત્યાર બાદ પછી મેં કોંગ્રેસના ચૂંટણી પ્રચારમાં ખુબ મહેનત કરી અને ગુલાબરાવ જેઘેની જીત થઈ. આશરે 27 વર્ષની ઉંમરમાં શરદ પવાર 1967માં બારામતી વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય બન્યા. છેલ્લા પાંચ દાયકાઓમાં શરદ પવાર 14 ચૂંટણી જીતી ચૂક્યા છે.

10 જૂન, 2023ના રોજ શરદ પવારે દીકરી સુપ્રિયા સુલે અને પ્રફુલ પટેલણે પાર્ટીના નવા કાર્યકારી અધ્યક્ષ બનાવી દીધા. શરદના આ નિર્ણયથી અજીત પવાર નારાજ થઈ ગયા. બરાબર બે મહિના પછી 2 જુલાઈ 2023ના રોજ અજિત પવારે 8 ધારાસભ્યોની સાથે પોતાની NCP પાર્ટી સાથે બળવો કરી દીધો. શિંદે સરકારમાં ડેપ્યુટી CM બનનારા અજીત પવારે NCP પર પોતાના દાવો કરી દીધો છે. 29 વર્ષ પહેલા બનેલી NCP પાર્ટી નાબુદ થવાના આરે પહોંચી ગઈ છે. અજીત પવારે 40થી વધુ ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કર્યો. ચુનાવ આયોગે 6 ફેબ્રુઆરી 2024ના રોજ કહ્યું કે અજીત પવાર જૂથ જ ખરું NCP છે.

6 મહિના સુધી ચાલેલી 10 સુનવણી પછી પાર્ટીનું નામ અને ચૂંટણી ચિન્હ ઘડિયાળ અજીત જૂથને આપી દેવામાં આવ્યું. આ પછી આયોગે શરદ પવારના જૂથ માટે NCP શરદચંદ્ર પવાર નામ આપ્યું. આ પાર્ટીનું ચૂંટણી ચિન્હ ટ્રમ્પેટ છે. આ રીતે NCP પાર્ટી તૂટીને બે ભાગોમાં વહેંચાઈ ગઈ તો બંને પાર્ટીની કમાન પવાર પરિવારના હાથમાં જ રહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp