મહારાષ્ટ્રમાં ચૂંટણી લડી રહેલી મૂળ ગુજરાતની શાઇના વિશે જાણો
મહારાષ્ટ્રમાં શિંદે શિવસેનાની ટિકિટ પર મુંબાદેવીથી વિધાનસભાની ચૂંટણી લડી રહેલા શાઇના NC અત્યારે ચર્ચામાં છે. તેમણે વર્ષો સુધી ભાજપ સાથે કામ કર્યા પછી જ્યારે તાજેતરમાં શિંદે શિવસેનામાં જોડાયા ત્યારે ઉદ્ધવ શિવસેનાના એક નેતાએ એવું નિવેદન આપ્યું હતું કે અહીં ઇમ્પોર્ટેડ માલ ચાલતો નથી.
શાઇના એ મુંબઇના પૂર્વ શેરીફ નાના ચુડાસમાના દીકરી છે. 2004માં શાઇના ભાજપમાં જોડાયા હતા અને જુદા જુદા પદ મેળવ્યા પછી તાજેતરમાં શિંદે શિવસેનામાં જોડાયા હતા.
શાઇના જાણીતા ફેશન ડિઝાઇનર છે અને 54 અલગ અલગ રીતે સાડી પહેરવાને કારણે તેમને લોકો ક્વીન ઓફ ડ્રેપ્સ તરીકે ઓળખે છે. તેમના નામે સૌથી ઝડપી સાડી પહેરવાનો ગીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પણ છે. સાયનાના પિતા નાના ચુડાસમાં મૂળ સૌરાષ્ટ્રના ગુજરાતી રાજપૂત પરિવારના છે અને માતા મુનિરા દાઉદી વ્હોરા સમાજના છે. મુનિરાએ પોતે લાંબા સમય સુધી ફેશન ડિઝાઇનર તરીકે કામ કર્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp