રાહુલ ગાંધીએ 'એક હૈં તો સેફ હૈ'નો જવાબ તિજોરી ખોલીને આપ્યો
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી વચ્ચે કોંગ્રેસના સાંસદ અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ PM નરેન્દ્ર મોદી પર સીધો પ્રહાર કર્યો છે. રાહુલે તેમના ચૂંટણી સૂત્ર 'એક હૈં તો સેફ હૈ' પર BJPને ઘેર્યું છે અને તેને ધારાવી પ્રોજેક્ટમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સાથેનું જોડાણ જોડ્યું છે. રાહુલે એક તિજોરી ખોલી અને તેમાંથી એક પોસ્ટર કાઢીને હવામાં ફેરવ્યું. રાહુલનું કહેવું હતું કે, ધારાવીનું ભવિષ્ય 'સેફ' નથી. સવાલ એ છે કે કોણ 'સેફ' છે. આ પ્રોજેક્ટથી ધારાવીના લોકોને નુકસાન થશે.
રાહુલ સોમવારે મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાહુલે તિજોરી પરથી પડદો ઊંચક્યો અને તેનું તાળું ખોલ્યું. રાહુલે આ તિજોરીમાંથી બે પોસ્ટર કાઢ્યા. એક પોસ્ટરમાં ગૌતમ અદાણી અને PM મોદીની તસવીર હતી. બીજા પોસ્ટરમાં ધારાવીનો નકશો બનાવવામાં આવ્યો હતો. રાહુલે PM મોદી અને અદાણીની તસવીર બતાવીને ધારાવી પ્રોજેક્ટ પર સવાલો ઉઠાવ્યા હતા.
રાહુલ ગાંધીનું કહેવું હતું કે, મહારાષ્ટ્રની ચૂંટણી એ વિચારધારાઓની ચૂંટણી છે અને તે 1-2 અબજોપતિઓ અને ગરીબો વચ્ચેની ચૂંટણી છે. અબજોપતિઓ ઈચ્છે છે કે, મુંબઈની જમીન તેમના હાથમાં જાય. અબજોપતિઓ ઈચ્છે છે કે મુંબઈની જમીન તેમના હાથમાં ચાલી જાય. એવો અંદાજો લગાવવામાં આવે છે કે, એક અબજોપતિને 1 લાખ કરોડ રૂપિયા આપવામાં આવશે.
રાહુલે કહ્યું, અમારી વિચારસરણી એ છે કે, મહારાષ્ટ્રને, મહારાષ્ટ્રના ખેડૂતોને, ગરીબોને, બેરોજગારોને, અને યુવાનોને મદદની જરૂર છે. અમે દરેક મહિલાના બેંક ખાતામાં રૂ. 3000 જમા કરાવીશું. મહિલાઓ અને ખેડૂતો માટે બસની મુસાફરી મફત રહેશે. 3 લાખ સુધીની લોન માફ કરવામાં આવશે. સોયાબીન માટે 7,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલની MSP આપવામાં આવશે. અત્યારે અમે તેલંગાણા, કર્ણાટકમાં જાતિ ગણતરી કરાવી રહ્યા છીએ. અમે તેને મહારાષ્ટ્રમાં પણ કરાવીશું.
રાહુલ ગાંધીએ કહ્યું કે, મહારાષ્ટ્ર ચૂંટણીમાં બેરોજગારી અને મોંઘવારી મુખ્ય મુદ્દા છે. અમારું ધ્યાન મહિલાઓ, યુવાનો અને ખેડૂતો પર છે. કર્ણાટક અને તેલંગાણામાં શરુ કરાયેલી જાતિ ગણતરી મહારાષ્ટ્રમાં પણ પુનરાવર્તિત થશે. અમે 50 ટકા અનામતની અડચણ દૂર કરીશું. અમારી સરકાર 25 લાખ રૂપિયાનો સ્વાસ્થ્ય વીમો આપશે. 2.5 લાખ સરકારી નોકરીઓમાં ભરતી થશે. આ દેશના સૌથી મહત્વપૂર્ણ મુદ્દાઓ છે. અમે સોયાબીનના પાકની MSP અને દરો માટે તમામ ગણતરીઓ કરી લીધી છે. અમે તે જ આપીશું જેનું અમે વચન આપેલું છે.
રાહુલનું કહેવું હતું કે, PM મોદીજીએ 'એક હૈં તો સેફ હૈ'નો નારો આપ્યો હતો. ત્યાર પાછી રાહુલે અદાણી અને PM મોદીની તસવીરો ધરાવટી તિજોરી ખોલી અને ધારાવી રિડેવલપમેન્ટનો નકશો બતાવ્યો, રાહુલે આરોપ લગાવ્યો કે, આ નારાનો અર્થ છે કે, મુંબઈનું ભાવિ દાવ પર છે.
રાહુલે કહ્યું કે, ધારાવી રિડેવલપમેન્ટ અયોગ્ય છે અને તે માત્ર એક વ્યક્તિને ફાયદો પહોંચાડવા માટે કરવામાં આવી રહ્યું છે. કેવી રીતે શરૂ થઈ રહી છે ટેન્ડર પ્રક્રિયા? ભારતના તમામ બંદરો, એરપોર્ટ અને પૈસા માત્ર એક વ્યક્તિને આપવામાં આવી રહ્યા છે. અમને આની સામે વાંધો છે. તમામ મોટા પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાંથી છીનવીને બીજાને આપવામાં આવ્યા છે. કુલ 7 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ અને 5 લાખ નોકરીઓ તમારી પાસેથી છીનવી લેવામાં આવી છે.
રાહુલ ગાંધીએ કહ્યું, હું ઉદ્ધવ ઠાકરેની એ જાહેરાતને સમર્થન આપું છું કે, જો અમે સત્તામાં પાછા આવીશું તો પહેલી કેબિનેટ બેઠકમાં ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ટેન્ડર રદ કરી દેવામાં આવશે.
મહારાષ્ટ્રમાં કુલ 288 સીટો છે. અહીં 20 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે. પરિણામ 23મી નવેમ્બરે આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp