ચૂંટણી જીત્યો તો બધા કુંવારાઓના લગ્ન કરાવીશ, મહારાષ્ટ્રમાં ઉમેદવારે કર્યો વાયદો

PC: freepressjournal.in

મધ્ય મહારાષ્ટ્રના મરાઠવાડા ક્ષેત્રમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી શરદચંદ્ર પવાર (NCP SP)ના એક ઉમેદવારે વાયદો કર્યો છે કે જો તેઓ વિધાનસભાની ચૂંટણી જીતે છે તો તેઓ પોતાના મતવિસ્તારમાં કુંવરાઓના લગ્ન કરાવશે. બીડ જિલ્લાના પરલીથી ચૂંટણી લડી રહેલા રાજેસાહેબ દેશમુખ દ્વારા કરવામાં આવેલો આ અનોખો વાયદો ગ્રામીણ ક્ષેત્રોમાં લગ્ન લાયક યુવકોને દુલ્હન ન મળી શકવાની સમસ્યાને ઉજાગર કરે છે. દેશમુખના આ નિવેદનનો વીડિયો બુધવારે વાયરલ થઈ ગયો હતો.

મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી થવાની છે. પરલીમાં દેશમુખના મુખ્ય પ્રતિદ્વંદ્વી રાજ્યના કૃષિ મંત્રી ધનંજય મુંડે છે, જે નાયબ મુખ્યમંત્રી અજીત પવારના નેતૃત્વવાળી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા છે. દેશમુખે કહ્યું કે, જો હું ધારાસભ્ય બની ગયો તો બધા કુંવરાઓના લગ્ન કરાવીશ. અમે યુવાઓને કામ આપીશું. લોકો (દુલ્હનની શોધ કરી રહેલા વ્યક્તિને) પૂછીએ છીએ કે શું તેમની પાસે કોઈ નોકરી છે કે શું તેમનો કોઈ વ્યવસાય છે? જ્યારે જિલ્લાના સંરક્ષક મંત્રી (ધનંજય મુંડે) પાસે કોઈ વ્યવસાય નથી તો તમને શું મળશે?

તેમણે દાવો કર્યો કે, મુંડે મતવિસ્તારમાં એક પણ ઉદ્યોગ લાવી શક્યા નથી અને એટલે નોકરી ન હોવાના કારણે સ્થાનિક યુવકોના લગ્નમાં મુશ્કેલી આવી રહી છે. NCP SPના પ્રમુખ શરદ પવારે ગુરુવારે મહારાષ્ટ્રની મહાયુતિ સરકારને ઘેરતા કહ્યું હતું કે, તે ખેડૂતોના હિતોની રક્ષા, મહિલાઓની સુરક્ષા અને રોજગાર ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ રહી છે તેમજ તેમણે લોકોને આગ્રહ કર્યો કે તેઓ તેમને સત્તામાંથી ઉખેડીને ફેંકી દે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ પ્રહાર કર્યો અને તેમના પર એક વિશેષ રાજ્યના હિતમાં કામ કરવાનો આરોપ લગાવ્યો.

પવાર NCP SPના નાગપુર પૂર્વના ઉમેદવાર દુનેશ્વર પીઠે માટે એક ચૂંટણી રેલીને સંબોધિત કરી રહ્યા હતા. વિધાનસભાની ચૂંટણી 20 નવેમ્બરે થવાની છે. તેમણે કહ્યું કે, નાગપુરનો કોંગ્રેસ અને તેમની વિચારધારા સાથે ગાઢ સંબંધ છે, જ્યાં વસંતરાવ નાઇક અને સુધાકરરાવ નાઇક જેવા વિદર્ભના નેતાઓએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના રૂપમાં કામ કર્યું અને રાજ્યને સશક્ત બનાવ્યું. આજે જે લોકો સત્તામાં છે, તેઓ ખેડતોની સમસ્યાનું સમાધાન કરવામાં નિષ્ફળ રહ્યા છે અને વિદર્ભમાં ખેડૂતો દ્વારા આત્મહત્યા કરવાનો આંકડો ખૂબ મોટો છે. પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ખેડૂતોને આત્મહત્યાનો રસ્તો એટલે અપનાવવો પડ્યો, કેમ કે સરકારે તેમના મુદ્દાઓનું સમાધાન ન કર્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp