36 કલાક ક્યાં રહ્યા પાલઘરના ધારાસભ્ય? મૌન પર સવાલ

PC: loksatta.com

2024ની મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માટે નોમિનેશનની અંતિમ તારીખ મંગળવારે હતી. આ દરમિયાન પાલઘરથી શિંદે સેનાના નિવર્તમાન ધારાસભ્ય શ્રીનિવાસ વંગા ટિકિટ કપાયા બાદ ગુમ થઈ ગયા હતા. તેઓ 36 કલાક બાદ રાત્રે 3:00 વાગ્યે પોતાના ઘરે પહોંચ્યા હતા. તેઓ પરિવારને મળ્યા અને ત્યારબાદ 1-2 દિવસ માટે પાછા બહાર જતા રહ્યા. ધારાસભ્ય શ્રીનિવાસ વંગાએ પરિવારને કહ્યું હતું કે તેમને આરામની જરૂરિયાત છે. જો કે, તેઓ ઘરે પાછા ફરતા પોલીસ અને તેમના પરિવારની ચિંતા ઓછી થઈ ગઈ છે.

શિવસેના શિંદે ગ્રુપમાંથી ટિકિટ ન મળ્યા બાદ ધારાસભ્ય શ્રીનિવાસ વંગા ગુમ થઈ ગયા હતા. ત્યારબાદ પોલીસે તેમની શોધખોળ ચાલુ કરી હતી, પરંતુ તેમના કોઈ પુરાવા મળ્યા નહોતા. ટિકિટ કપાયા બાદથી તેમનો ફોન બંધ આવી રહ્યો હતો. એવામાં પરિવારજનોને ચિંતા થાય તે સ્વાભાવિક છે. ઉલ્લેખનીય છે કે વંગા એ ધારાસભ્યોમાંથી હતા જેમણે એકનાથ શિંદેને સમર્થન આપ્યું હતું અને બળવા બાદ શિંદે ગ્રુપ સાથે જતા રહ્યા હતા. ટિકિટ કપાયા બાદ વંગાએ શિંદે ગ્રુપ સામેલ થવાને લઇને દુ:ખ વ્યક્ત કર્યું હતું.

તેમણે નિવેદન આપ્યું હતું કે, મેં એકનાથ શિંદેનું સમર્થન કરીને મોટી ભૂલ કરી છે. શ્રીનિવાસ વંગા ભાજપના દિવંગત સાંસદ ચિંતામન વંગાના પુત્ર છે. વર્ષ 2019ની ચૂંટણીમાં, તેમણે અવિભાજિત શિવસેનાના ઉમેદવાર તરીકે પાલઘર સીટ પરથી ચૂંટણી લડી હતી અને ધારાસભ્ય બન્યા હતા. વિભાજન બાદ વંગાએ શિંદેને સમર્થન આપ્યું હતું.

કોણ કેટલી સીટો પર ચૂંટણી લડી રહ્યુ છે?

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં શિવસેના શિંદે ગ્રુપ 80 સીટો પર, ભાજપ 148 અને અજીત પવારની NCP માત્ર 53 સીટો પર ચૂંટણી લડી રહી છે. જ્યારે મહાવિકાસ અઘાડીમાં કોંગ્રેસ 102 સીટો પર, શિવસેના UBT ના 96સીટો પર અને શરદ પવારની NCP 86 સીટો પર ચૂંટણી લડી રહી છે. રાજ્ય વિધાનસભાની 288 સીટો છે, જેમના માટે 20 નવેમ્બરે મતદાન થશે, જ્યારે મતગણતરી 23 નવેમ્બરે થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp