નીતિન ગડકરી કેમ કહ્યું- ભાજપના પાકમાં જંતુ આવી ગયા છે તેને...
કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરી પોતાના બિંદાસ નિવેદનો આપવા માટે જાણીતા છે, જેમાં આ વખતે તેમણે પોતાની જ પાર્ટી પર સવાલ ઉઠાવી દીધો છે. એક કાર્યક્રમમાં નીતિન ગડકરીએ કહ્યું હતું કે, જ્યારે પાક વધે ત્યારે તેમાં જંતુઓ પણ વધતા હોય છે. ભાજપમાં પણ પાક વધ્યો છે અને કેટલાક દાગી નેતાઓ આવી ગયા છે, જેમ પાકને રોગમુક્ત કરવા જંતુનાશક છાંટવાની જરૂર હોય છે, તેમ પાર્ટીમાં પણ છંટકાવની જરૂર છે.
ગડકરીએ કહ્યું હતું ભાજપની અંદર નવા નેતાઓ અલગ અલગ કારણોથી આવતા હોય છે, પરંતુ તેમને ભાજપની વિચારધારાની ખબર નથી હોતી, તેમને તાલિમ આપવાનું કામ અમારું છે. એટલે અમે એ દિશામાં ભાજપની વિચારધારા ભરીએ છીએ અને તેમને ભાજપના અસલ કાર્યકર્તા બનાવીએ છીએ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp