'હમણાં મારી બેગ ખોલો, પછી હું તમને ખોલીશ...', ચૂંટણી અધિકારી સાથે ઉદ્ધવ થયા ગરમ!
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. રાજ્યની 288 વિધાનસભા બેઠકો પર 20 નવેમ્બરે મતદાન થવાનું છે. આ દરમિયાન, ઉદ્ધવ ઠાકરેનો ગુસ્સો ચૂંટણી પંચના અધિકારીઓ પર નિકળી ગયો છે. ખરેખર, ચૂંટણી પંચના અધિકારીએ ઉદ્ધવ ઠાકરેના હેલિકોપ્ટરનું નિરીક્ષણ કર્યું હતું, જેના પછી શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે ગુસ્સે થઈ ગયા હતા. ચૂંટણી પંચના અધિકારીઓએ યવતમાલ જિલ્લાના વાની હેલિપેડ પર ઉદ્ધવ ઠાકરેની બેગ તપાસવાની માંગ કરી હતી. આ પછી ઉદ્ધવ ગુસ્સે થઈ ગયા અને કર્મચારીઓની પૂછપરછ કરતા વીડિયો રેકોર્ડિંગ કરવા લાગ્યા.
ઉદ્ધવે સ્ટાફને પૂછ્યું, 'શું તેઓએ CM એકનાથ શિંદે, DyCM દેવેન્દ્ર ફડણવીસ અને DyCM અજિત પવારની બેગની પણ તલાશી લીધી છે. શું તેઓ PM મોદી અને અમિત શાહની મહારાષ્ટ્રમાં રેલીઓની મુલાકાત દરમિયાન તેમની બેગની પણ તલાશી લે છે?'
ઉદ્ધવે બેગ તપાસી રહેલા કર્મચારીને પૂછ્યું, તમારું નામ શું છે? તમે ક્યાં રહો છો?, અધિકારીએ કહ્યું, હું અમરાવતીનો રહેવાસી છું, ઉદ્ધવે આગળ પૂછ્યું, તમે અત્યાર સુધી કોની-કોની બેગ તપાસી છે? મારી બેગ તપાસો ઠીક છે, પણ તમે અમારી પહેલાં કોની કોની બેગ તપાસી? કયા રાજકારણીની બેગ ચેક કરવામાં આવી?, તો જવાબમાં અધિકારીએ કહ્યું, ના સાહેબ, કોઈની તપાસ કરી નથી. ચાર મહિનામાં પહેલા તમે જ છો. ઉદ્ધવ ઠાકરે આશ્ચર્યચકિત થઈ ગયા અને કહ્યું કે, ચાર મહિનામાં કોઈની તપાસ કરી નથી, પહેલો ગ્રાહક હું જ મળ્યો. અમારી બેગ તપાસો, હું કંઈ કહીશ નહીં, પણ તમે CM શિંદેની બેગ તપાસી? DyCM ફડણવીસની બેગ? DyCM અજિત પવારનું ચેકીંગ કર્યું? શું તમે PM મોદી અને અમિત શાહની બેગ તપાસી હતી?, તો અધિકારીએ કહ્યું કે, તે લોકો હજુ આવ્યા જ નથી. ત્યારે ઉદ્ધવે કહ્યું, શું તેઓ આવ્યા હોત તો તમે તપાસ કરતે? મારી પાસે વિડિયો આવવો જોઈએ. ઓકે મારી બેગ તપાસો, હું વિડિયો રિલીઝ કરીશ, તમે જે ખોલવા માંગો છો તે ખોલો. તપાસો, હું તમને પછી ખોલીશ. કપડાં જોઈ લો. તમે માણસ છો, અમિત શાહ અને PM મોદીની બેગ તપાસતી વખતે તમારો એક વીડિયો મને મોકલો, મારું નામ ઉદ્ધવ ઠાકરે છે. મને કહો, તમારું નામ શું છે, તમે ક્યાં રહો છો, મધ્ય પ્રદેશ, ગુજરાતના તો નથી ને? ચાલો સારું છે મહારાષ્ટ્રમાં તપાસ કરવા માટે પણ બહારના લોકો છે. સારું, તમારો આભાર!
આવી રીતે ઉદ્ધવ ઠાકરેએ અધિકારીઓના નામ લીધા અને તેમનો વીડિયો શૂટ કર્યો. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ ચૂંટણી પંચના અધિકારીઓને શાસક પક્ષના નેતાઓની પણ તપાસ કરવા અને સર્ચનો વીડિયો શૂટ કર્યા પછી તેમને શેર કરવા કહ્યું.
डॉ. बाबासाहेबांनी लिहिलेल्या संविधानात सगळ्यांना समान न्याय हे आम्ही मानतोच.पण यंत्रणांना हाताशी धरुन लोकशाहीला पायदळी तुडवून हुकुमत गाजविणाऱ्या दिल्लीश्वरांनी मात्र त्या संविधानाचा सगळ्याच पातळ्यांवर अवमान करायचा ठरवलं आहे.
— ShivSena - शिवसेना Uddhav Balasaheb Thackeray (@ShivSenaUBT_) November 11, 2024
आज उद्धवसाहेबांच्या सामानाची वणी येथे काही… pic.twitter.com/XyM53sKOsy
મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા બેઠકો માટે 20 નવેમ્બરે મતદાન થશે અને 23 નવેમ્બરે પરિણામ જાહેર થશે. ગત ચૂંટણીમાં BJPને 105, શિવસેનાને 56, NCPને 54 અને કોંગ્રેસને 44 બેઠકો મળી હતી. જો કે ચૂંટણી પછી શિવસેના NDAથી અલગ થઈ ગઈ અને NCP-કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી લીધી અને શિવસેનાના ઉદ્ધવ ઠાકરે CM બન્યા હતા.
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, સુરક્ષાકર્મીઓ તેમનું કામ કરે છે, તેઓ અમારી બેગ પણ ખોલે છે. અધિકારીઓ તેમનું કામ કરે છે. જો બેગમાં કંઈ જ નથી તો ડર કેમ? ચોરની દાઢીમાં તણખલું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp