મહારાષ્ટ્રમાં RSSની DD-MM રણનીતિથી વિપક્ષ પાર્ટીઓ ટેન્શનમાં

PC: rss.org

મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી છે અને બધી પાર્ટીઓ તૈયારીમાં લાગેલી છે. જાણવા મળેલી વિગત મુજબ રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ (RSS)એ મહારાષ્ટ્રમાં DD-MM રણનીતિથી કામ શરૂ કર્યું છે.DD એટલે ડોર ટુ ડોર કેમ્પેઇન અને MM એટલે મેન ટુ મેન માર્કેટીંગ.

RSSના 9000થી વધારે કાર્યકરો અત્યારે મહારાષ્ટ્રમાં દિવસ-રાત કામ કરી રહ્યા છે. સંઘે એક પેપર પણ બહાર પાડ્યું છે જેને રાષ્ટ્રીય મતદાન મંચ આમ આપવામાં આવેલું છે. કોઇ પણ ખાસ પાર્ટી કે ઉમેદવારનું નામ લીધા વગર કાર્યકરો મતદારોને માત્ર વોટની તાકાત વિશે સમજાવી રહ્યા છે અને રાષ્ટ્ર હીતમાં મત આપવાની અપીલ કરી રહ્યા છે. RSSની આ રણનીતિને કારણે મહાવિકાસ અઘાડી ટેન્શનમાં આવી ગઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp