શિંદે સરળતાથી CMની ખુરશી આપવાના નથી લાગતા, જુઓ શું કહ્યું 'CM કોણ બનશે' સવાલ પર

PC: x.com

મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધને એકતરફી વિજય મેળવી લીધો છે. પણ હવે મુખ્યમંત્રી કોણ બનશે, તેને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. આમ તો ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે, પણ અનેક નેતાઓ કહે છે શિંદે પણ CM બની શકે છે. પણ આ અંગે એકનાથ શિંદેને જ્યારે સવાલ પૂછવામાં આવ્યો, ત્યારે તેમણે કહ્યું હતું કે, એવું નક્કી નહોતું કરવામાં આવ્યું કે, જેની સૌથી વધુ સીટ હશે, CM તેમના હશે. અંતિમ આંકડા બાદ તમામ પાર્ટીઓ બેસીને વાત કરશે અને ત્યારબાદ CMનું નામ નક્કી કરવામાં આવશે.

CM શિંદેની આ વાત પરથી તો લાગે છે કે તેઓ સરળતાથી ભાજપને CMની ખુરશી આપવાના મૂડમાં નથી લાગતા. બીજી બાજુ અજિત પવારના પત્નીએ પણ કહ્યું છે કે, તેમના પતિને CM બનવું જોઈએ. દેવેન્દ્ર ફડણવીસના માતા સરિતા ફડણવીસે તો કહી દીધું છે કે તેમનો દીકરો જ CM બનશે. કહ્યું- મારા દીકરા માટે આ મોટો દિવસ છે. તેણે 24 કલાક મહેનત કરી છે.

બપોરે 1 વાગ્યા સુધીનું અપડેટ...

23-11-2024 01:04 PM - ચૂંટણી પંચના 1 વાગ્યા સુધીના આંકડા મુજબ ભાજપ 127, શિવસેના 56, NCP 39 સીટ પર આગળ છે, જ્યારે મહા વિકાસ અઘાડીમાં કોંગ્રેસ 19, ઉદ્ધવની શિવસેના 18 અને શરદ પવારની NCP 12 સીટ પર આગળ છે.

23-11-2024 12:46 PM - જીત બાદ દેવેન્દ્ર ફડણવીસની ટ્વીટ, એક હૈ તો સેફ હૈ, મોદી હૈ તો મુમકીન હૈ

23-11-2024 12:42 PM - વડાલાથી ભાજપ ઉમેદવાર કાલિદાસ કોલંબકર 24973 મતોથી જીત્યા

23-11-2024 12:25 PM - આ જીત ઐતિહાસિક છે, મેં કહ્યું હતું મહાયુતિને ભારે બહુમત મળશે. મહાયુતિએ જે કામ કર્યું છે, જનતાએ તેના પર વોટ આપ્યા છેઃ CM એકનાથ શિંદે

23-11-2024 12:04 PM - મુંબઈમાં ભાજપ કાર્યાલયને શણગારવામાં આવી રહ્યું છે

23-11-2024 11:44 AM - બારામતીમાં છઠ્ઠા રાઉન્ડની મતગણતરી બાદ અજિત પવાર 27556 વોટથી આગળ

23-11-2024 11:30 AM - કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે કહ્યું- મહારાષ્ટ્રના પરિણામ અમારા વિપરીત ગયા અને અમે કદાચ મહારાષ્ટ્ર વધુ સારું કરી શક્યા હોત, પણ ખુશીની વાત છે ઝારખંડમાં અમારું પ્રદર્શન સારું રહ્યું છે

23-11-2024 11:27 AM - મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેના ઘરની બહાર કાર્યકર્તાઓએ ફટાકડા ફોડવાનું શરૂ કર્યું

23-11-2024 11:04 AM - દિલ્હીમાં કોંગ્રેસ હેડક્વાર્ટર પર સન્નાટો

23-11-2024 10:48 AM - ચૂંટણી પંચના 10.45 વાગ્યા સુધીના આંકડા મુજબ ભાજપ 125 સીટ, શિંદેની શિવસેના 55 સીટ અને NCP 35 સીટ પર આગળ

23-11-2024 10:00 AM - ચૂંટણી પંચના 10 વાગ્યાના આંકડા મુજબ મહારાષ્ટ્રમાં મહાયુતિ 99 સીટ પર આગળ

23-11-2024 09:32 AM - 9.30 કલાક સુધીના આંકડા મુજબ મહાયુતિ બહુમતને પાર

23-11-2024 09:13 AM - 9:00 વાગ્યાના આંકડા મુજબ મહારાષ્ટ્રમાં મહાયુતી 18 સીટ પર આગળ અને મહા વિકાસ અઘાડી 3 સીટ પર આગળ

23-11-2024 09:04 AM - આદિત્ય ઠાકરે અને એકનાથ શિંદે આગળ

23-11-2024 08:55 AM - માહિમ સીટ પરથી રાજ ઠાકરેનો દીકરો અમિત ઠાકરે આગળ

23-11-2024 08:46 AM - શરૂઆતના ટ્રેન્ડમાં દેવેન્દ્ર ફડણવીસ આગળ અને અજીત પવાર પાછળ

23-11-2024 08:39 AM - 8.40 સુધીના આંકડા મુજબ મહાયુતિ ગઠબંધન 77 સીટ પર આગળ અને મહા વિકાસ અઘાડી 50 સીટ પર આગળ

23-11-2024 08:37 AM - ભાજપે કહ્યું PM મોદીના નેતૃત્વમાં સરકાર બનાવશે NDA

23-11-2024 08:25 AM - બેલેટ પેપર બાદ EVMની મતગણતરી ચાલુ થશે

23-11-2024 08:23 AM - શરૂઆતના ટ્રેન્ડમાં મહાયુતિ ગઠબંધન 11 સીટ પર આગળ અને મહા વિકાસ અઘાડી 5 સીટ પર આગળ

23-11-2024 08:21 AM - ભાજપના દિલ્હી હેડ ક્વાર્ટરમાં જલેબી પણ બનવાનું શરૂ થઈ ગયું

23-11-2024 08:17 AM - કોંગ્રેસ નેતા અશોક ગેહલોતનો દાવો મહારાષ્ટ્રમાં બનશે ઇન્ડિયા ગઠબંધનની સરકાર

23-11-2024 08:15 AM - મહારાષ્ટ્રમાં બેલેટ પેપરની ગણતરી શરૂ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp