મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ પડે તેવા અનેક સંકેતો છે

મહારાષ્ટ્રમાં 23 નવેમ્બર વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થવાના શરૂ થઈ ગયા છે, પરંતુ એવું લાગી રહ્યું છે કે કોઇ પણ ગઠબંધને બહુમતી મળે તેવું લાગતું નથી એવા સંજોગોમાં મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગી શકે છે.

મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બરે પુરો થાય છે અને 23 નવેમ્બરે પરિણામો જાહેર થઈ રહ્યા છે, મતલબ કે કોઇ પણ પાર્ટીને સરકાર બનાવવા માટે માત્ર 48 કલાકનો જ સમય રહેશે. હવે જો બહુમતી ન મળે તો બીજી પાર્ટીના ધારાસભ્યોને તોડવા પડશે અને મોટા પાયે હોર્સ ટ્રેડીંગ થશે. બીજું કે મુખ્યમંત્રી પદ માટે બંને ગઠબંધનમાં મારામારી ચાલે છે એવા સંજોગોમાં બધું 48 કલાકમાં સેટલ કરવું મુશ્કેલ પડે એટલે રાષ્ટ્રપતિ શાસન લાદવાની શક્યતા વધી ગઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp