મહારાષ્ટ્રમાં 5 મહિનામાં એવું તે શું થયું કે ફડણવીસે આખી બાજી પલટી નાંખી

PC: Khabarchhe.com

લોકસભા 2024ની ચૂંટણીમાં મહારાષ્ટ્રની 48 બેઠકોમાંથી NDA ગઠબંધનને માત્ર 17 બેઠકો મળી હતી અને તેમાંથી ભાજપને માત્ર 9 બેઠકો જ મળી હતી. લોકસભાની ચૂંટણીમાં ભાજપને મોટો ફટકો પડ્યો અને વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપને ફટકો પડશે એવી ધારણા હતી.

પરંતુ દેવેન્દ્ર ફડણવીસે 5 મહિનામાં આખી બાજી પલટી નાંખી. લોકસભામાં ભાજપને સૌથી મોટો ફટકો મરાઠા અનામત આંદોલનને કારણે થયો હતો. વિધાનસભામાં મરાઠા અનામત આંદોલનના નેતા મનોજ જરાંગેએ ચૂંટણી લડવાની વાત કરેલી, પરંતુ ચૂંટણીની તારીખ પહેલા ચૂંટણી લડવાનો ઇન્કાર કરેલો. આનાથી ભાજપને મોટી રાહત થઇ. પરંતુ મરાઠા આંદોલલની અસર ખાળવા ભાજપે OBC વોટ બેંક પર ફોકસ કર્યું અને તેમને એકજૂટ કરી દીધા. આ આખો ખેલ ભાજપને તારી ગયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp