નાગપુરમાં ફડણવીસની બેઠક પર આ પાર્ટીનો મોટો ખેલ કોંગ્રેસ માટે મુશ્કેલી ઉભી કરશે
મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી છે અને ભાજપે ચોથી વખત મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને નાગપુર સાઉથ વેસ્ટની બેઠક પરથી ટિકીટ આપી છે. આ વખતે પ્રકાશ આંબેડકરની પાર્ટી વચિંત બહુજન અઘાડીએ પોતાનો ઉમેદવાર ઉભો રાખ્યો છે જેને કારણે કોંગ્રેસને મુશ્કેલી ઉભી થશે.
નાગપુર સાઉથ વેસ્ટ બેઠક 2009માં બની હતી અને અત્યાર સુધીમાં 3 વિધાનસભા ચૂંટણી થઇ છે અને દરેક ચૂંટણી દેવેન્દ્ર ફડણવીસ જ જીત્યા છે. કોંગ્રેસ બીજા નંબરે રહ્યું છે. ફડણવીસને જીતાડવા માટે રાષ્ટ્રીય સ્વંય સંઘના કાર્યકરોએ મહિનાઓથી મહેનત શરૂ કરી દીધું છે.
પ્રકાશ આંબેડકરની પાર્ટીનો ઉમેદવાર આ બેઠક પરથી મત કાપવાનું કાપ કરશે જેમાં મોટાભાગે કોંગ્રેસના મત કપાશે અને ભાજપનો ફાયદો થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp