મહારાષ્ટ્રના પરિણામની દેશના રાજકારણ પર શું અસર પડશે? 6 મુદ્દાઓથી સમજો

PC: x.com

મહારાષ્ટ્રમાં ભાજપના નેજા હેઠળની મહાયુતિની પ્રચંડ જીત પછી દેશના રાજકારણ પર શું અસર પડશે એ 6 મુદ્દામાં સમજો.

(1) હરિયાણા પછી તરત જ ભાજપને મહારાષ્ટ્રમાં બમ્પર જીત મળી એટલે કેન્દ્ર સરકારમાં આત્મવિશ્વાસ વધશે, વક્ફ બોર્ડ જેવા બિલ માટે સરકાર આગળ વધી શકશે. યુનિફોર્મ સિવિલ કોડ માટે પણ સરળતા રહેશે.

(2) મહારાષ્ટ્રમાં હિંદુત્વનો નારો સફળ રહ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક હૈ તો સૈફ હે નો નારો આપ્યો હતો. હિંદુત્વના આ મુદ્દાને ભાજપ હવે નેશનલ લેવલે લઇ જશે.

(3) કોંગ્રેસ સાથેની સીધી લડાઇમાં ભાજપ સૌથી આગળ છે એ વાત સાબિત થઇ જે આગળ જતા ભાજપને મોટો ફાયદો કરાવશે.

(4)  ભાજપની જીતને કારણે ઇન્ડિયા ગઠબંધન વેરણ-છેરણ થઇ શકે છે.

(5) ગૌતમ અદાણીનો ધારાવી પ્રોજેક્ટ આગળ વધી શકશે

(6) સોમવારથી સંસદમાં શિયાળુ સત્ર શરૂ થાય છે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસની શરમજનક હાર પછી અદાણીનો મુદો કોંગ્રેસ જોરશોરથી નહીં ઉપાડી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp