ઉદ્ધવ ઠાકરેને મહારાષ્ટ્રમાં CM ફેસ બનાવવાથી શું ફાયદો કે નુકશાન થાય?
મહા વિકાસ અઘાડીના CM ફેસ તરીકે ઉદ્ધવ ઠાકરેનું નામ ફરી ચર્ચામાં છે, પરંતુ આ વખતે તેમને CM ફેસ બનાવાશે કે નહીં તે એક મોટો પ્રશ્નાર્થ છે.
ઉદ્ધવ ઠાકરેને મહારાષ્ટ્રમાં CM ફેસ બનાવવાથી શું ફાયદો કે નુકશાન થાય? એ સમજીએ.
ઉદ્ધવ ઠાકરે હિંદુત્વ છોડી શકતા નથી, જ્યારે કોંગ્રેસ અને એનસીપીની સેક્યુલર પાર્ટીની ઇમેજ છે. ઉદ્ધવે ઔરંગાબાદનું નામ બદલીને સંભાજી નગર કર્યું એ વાત ઇન્ડિયા ગઠબંધનને ગમી નથી. ઉદ્ધવ ઠાકરેને 2019માં મુખ્યમંત્રી બનાવાયા હતા, પરંતુ તેઓ સરકાર બચાવી શક્યા નહોતા.કોંગ્રેસના નાના પાટોલેને પણ મુખ્યમંત્રી બનવું છે.
ફાયદો એ છે કે ઉદ્ધવ ઠાકરે સાથે લોકોનું એક ખાસ ઇમોશન જોડાયેલું છે. એકનાથ શિંદેએ બળવો કર્યા પછી લોકોને એવું લાગ્યું કે ઉદ્ધવ ઠાકરે સાથે દગો કરવામાં આવ્યો. મહારાષ્ટ્રમાં ભાજપ, નરેન્દ્ર મોદી અને અમિત શાહ સામે મજબુત ટક્કર લઇ શકે એવે માત્ર ઉદ્ધવ ઠાકરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp